વ્હોટ્સએપની ચેટ હવે લીક નહિ થાય, કંપની બેકઅપ માટે પણ પાસવર્ડ સેટ કરવાનું ફીચર્સ લોન્ચ કરશે

0
3

આ વર્ષ વ્હોટ્સએપ માટે સારું રહ્યું નથી. વ્હોટ્સએપ તેની નવી પોલિસીને લીધે વિવાદોનું કેન્દ્ર રહ્યું છે. તેને કારણે ઘણા યુઝર્સ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયા છે. વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસી પર સવાલો ઊભા થઈ રહ્યા છે તેવામાં યુઝર્સને પોતાની તરફેણમાં લેવા માટે કંપનીએ સિક્યોરિટી કડક બનાવી છે. કંપની પાસવર્ડ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ પાસવર્ડ યુઝર્સે તૈયાર કરવાનો રહેશે.

કંપની પહેલાં પણ ચેટ ઈન્ક્રિપ્શનની સુવિધા આપી રહી હતી. હવે કંપની બેકઅપ સિક્યોર કરવાની સુવિધા પણ આપવા જઈ રહી છે. વ્હોટ્સએપનાં ફીચર્સ ટ્રેક કરનાર વેબસાઈટ WABetainfoએ આ માહિતી આપી છે.

વ્હોટ્સએપ ચેટ બેકઅપ લાવશે

વ્હોટ્સએપ મેસેજિંગ ચેટનું બેકઅપ ક્લાઉડ પર સેવ થાય છે અને તે ઈન્ક્રિપ્ટેડ મોડમાં હોય છે. તેવામાં સુરક્ષાની ગેરન્ટી હોતી નથી અને તે હેક પણ થઈ શકે છે, પરંતુ હવે વ્હોટ્સએપ ચેટ બેકઅપ લાવવા જઈ રહ્યું છે. પાસવર્ડ લાગુ થયા પછી ચેટિંગનું બેકઅપ ઈન્ક્રિપ્શન મોડમાં થશે.

તમામ યુઝર્સ માટે ફીચર રોલઆઉટ થશે

WABetainfoના જણાવ્યા પ્રમાણે, આ ફીચરને એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. ચેટ બેકઅપ એક્સેસ કરવા માટે પાસવર્ડની આવશ્યકતા રહેશે. આ પાસવર્ડને યુઝર્સ પોતાની સુવિધાનુસાર જનરેટ કરી શકે છે, જેથી પાસવર્ડ તેમને યાદ રહે. આ પાસવર્ડ મિનિમમ 8 કેરેક્ટરનો રાખવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here