Friday, September 17, 2021
Homeન્યૂઝીલેન્ડમાં રહેતા હિંમતનગરની મહિલાના માસાનું વોટ્સએપ હેક, સારવારના બહાને 1.5 લાખ ટ્રાન્સફર
Array

ન્યૂઝીલેન્ડમાં રહેતા હિંમતનગરની મહિલાના માસાનું વોટ્સએપ હેક, સારવારના બહાને 1.5 લાખ ટ્રાન્સફર

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

તાજેતરમાં ન્યૂઝીલેન્ડમાં રહેતા હિંમતનગરની મહિલાના માસાનું વોટ્સએપ હેક કરી તા. 17-07-21 ના રોજ બપોરે સારવાર માટે રૂ.1.5 લાખની જરૂર હોવાનું અને મીટીંગમાં હોઇ કોલ કરી શકાય તેમ ન હોવાથી મેસેજ ચેટથી મીટીંગ પૂરી થતામાં પૈસા પરત આપવાનું કહી મેઘલયના સાયબર ગઠિયાઓએ રૂ. દોઢ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતાં હિંમતનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

સાયબર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના બેરણા રોડ પર રહેતા ઉર્વીબેન સુધીરભાઇ અડાલજાના ન્યૂઝીલેન્ડમાં રહેતા માસા મુકેશભાઇ વૃંદાવનદાસ શાહના +64 વાળા વોટ્સએપ નંબર પરથી તા.17 જુલાઇના રોજ બપોરે 12:09 કલાકે વોઇસ કોલ આવ્યો હતો. ત્યારબાદ હું હાલ મીટીંગમાં છુ મારે ભારતમાં મદદની જરૂર છે થોડીવારમાં કોલ કરુ છુ નો મેસેજ આવ્યો હતો અને મેસેજથી વાત થઇ શકશે તેમ જણાવ્યું હતું. જેથી ઉર્વીબેને મેસેજના માધ્યમથી વાતચીત કરતાં સારવાર અર્થે રૂ. દોઢ લાખની જરૂર હોવાનુ અને ટ્રાન્સફર કરવા તથા મીટીંગ પૂરી થતામાં પૈસા પરત કરશે તેવુ જણાવતા ઉર્વીબેને બેન્ક ડીટેઇલ માંગી હતી અને મેઘાલયની યુનિયન બેંકના થેરીસા સૂરોંગના ખાતામાં રૂ. 1 લાખ ગૂગલે પે થી અને રૂ. 50 હજાર અન્ય બેંકની એપ્લીકેશન ટ્રાન્સફર કર્યા હતા. જેના બાદ સામેવાળા વ્યક્તિએ પૈસા પરત કરવા ઉર્વીબેનના ખાતાની બેંક ડિટેઇલ માંગી હતી.

આ દરમિયાન તેમના “ શાહફેમી ” નામના વોટ્સએપ ગૃપમાં તેમના માસાની દીકરી પલકબેને મેસેજ કર્યો હતો કે તેમના પિતાનુ વોટ્સએપ હેક થયુ઼ છે અને હેકર પૈસાની માંગણી કરી રહ્યો છે. ઉર્વીબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હોવાનુ સાયબર પીઆઇ વાય.વાય. રાઠોડે જણાવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments