નિર્ણય : અફવા રોકવા વોટ્સએપની નવી પોલિસી : ફોરવર્ડ મેસેજ પર અંકૂશ, એક સાથે 5 વ્યક્તિને બદલે હવે 1ને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે

0
37
  • પ્રવર્તમાન સંજોગોમાં અફવાઓ ફેલાતી રોકવા વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજની મર્યાદા વધુ ચુસ્ત બનાવાઈ
  • અગાઉ એક મેસેજ એક સાથે 5 વ્યક્તિને મોકલી શકાતો હતો, હવે એ એક સમયે કોઈ એક વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકાશે

અમદાવાદ. કોરોના મહામારીની સમાંતરે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પણ એટલું જ ત્રાસદાયક સંકટ બની રહ્યું છે. લોકોમાં ખોટી માહિતી ફેલાતી રોકવા માટે વોટ્સએપ પણ પોતાની પોલીસીમાં બદલાવ લાવશે. વોટ્સએપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે હવે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વધુ ચુસ્ત બનાવવામાં આવશે.

અગાઉ અનલિમિટેડ ફોરવર્ડની પોલિસી બદલીને વોટ્સએપે એક સમયે એક સાથે 5 વ્યક્તિને ફોરવર્ડ થઈ શકે એવી જોગવાઈ કરી હતી. હવે કોરોના સંકટ વખતે તેમાં વધુ ચુસ્તી લાદવામાં આવી છે. એ મુજબ એક સાથે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ થઈ શકશે. આમ કરવાથી મેસેજ પ્રસારની ઝડપ પર અંકૂશ લાવવાનો વોટ્સએપનો ઈરાદો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here