દહેગામ : ગામડાંના ખેતરોમાં ઘઉં કાપતા મજૂરોએ ચાલતા વતનની વાટ પકડી.

0
30

 

ગાંધીનગર : દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ખેતરોમાં ઘઉં કાપવાની સીઝન ચાલુ હોવાથી ખેડૂતો ઘઉ કાપવા માટે કામે લાગી જાય છે. ત્યારે હાલમાં સરકાર તરફથી લોકડાઉનની મુદતમાં વધારો થતાં સંતરામપુર બાજુના શ્રમિકો કંટાળીને પોતાના વતનની જવા માટે પગપાળા દહેગામ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર થઈને સિધાજ સંતરામપુર બાજુ ચાલતા જઈ રહ્યા છે. ત્યારે આ મજૂરોએ પોતાની રજૂઆતો કરી હતી કે હાલમાં લોકડાઉન હોવાથી આવવા જવાના સાધનો નથી તેથી અમે અમારા સંતાનો સાથે ઘઉં કાપવા માટે આવ્યા હતા પરંતુ લોકડાઉન લંબાઈ જતા અમો ચાલતા પગપાળા અમે અમારા વતન જઈ રહ્યા છીએ તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે.

બાઈટ : શ્રમજીવી પરિવારના આગેવાન

 

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here