હાથરસ કેસમાં નવો ઘટસ્ફોટ : ભાજપ સાંસદની પુત્રીએ પોલીસ પર સવાલ ઉઠાવ્યા તો ગેંગરેપની કલમ જોડવામાં આવી : FIRમાં પહેલાં એકમાત્ર આરોપીનું નામ હતું, પછી વધુ 3ને સામેલ કરાયા

0
4

હાથરસમાં દલિત યુવતીની સાથે કથિત ગેંગરેપના મામલામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. ભાજપના સાંસદ રાજવીર દિલેરની પુત્રી મંજુ દિલેર જે રાષ્ટ્રીય સફાઈકર્મચારી આયોગની સભ્ય રહી ચૂકી છે, તેણે હાથરસની ઘટના પછી ડીજીપી એચસી અવસ્થીને લેટર લખ્યો હતો. મંજુએ કહ્યું હતું કે પીડિતા સાથે દુષ્કર્મ અને હત્યાની કોશિશના પ્રકરણમાં 5 લોકો સામેલ હતા, જોકે પોલીસે એકની વિરુદ્ધ જ FIR નોંધ્યો છે. મંજુએ SHOને સસ્પેન્ડ કરવા અને દોષિતોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરાવવાની માગ કરી હતી.

લેટરમાં બીજું શું લખ્યું ?
મંજુએ 19 સપ્ટેમ્બરના લેટરમાં એ પણ લખ્યું હતું કે સ્વર્ણ જાતિના સંદીપ, રવિ અને લવકુશે પીડિતા સાથે ગેંગરેપ કર્યા પછી તેને મારવાની કોશિશ કરી હતી. જોકે પીડિતાની માતાનો અવાજ સાંભળીને આરોપીઓ ભાગી ગયા હતા. આરોપીઓના પરિવારને પહેલેથી જ પીડિતાના પરિવાર સાથે દુશ્મનાવટ હતી.

પોલીસે 2 વખત કલમો વધારી હતી

પોલીસે માત્ર એક જ આરોપીનું નામ નોંધ્યું હતું, પછીથી બીજા 3નાં નામ ઉમેરવામાં આવ્યાં. પહેલાં કલમ 307 એટલે કે હત્યાની કોશિશ અને SC-ST એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો હતો. જોકે 19 સપ્ટેમ્બરે 354 એટલે કે બળજબરી કરવાની કલમ વધારવામાં આવી. પછી 22 સપ્ટેમ્બરે પીડિતાના નિવેદન પછી કલમ 376D(ગેંગરેપ) વધારવામાં આવી.

આરોપી પક્ષનો દાવો- સાંસદ અને તેમની પુત્રીએ નિર્દોષોને ફસાવ્યા

આરોપી પક્ષનું કહેવું છે કે સાંસદ અને તેમની પુત્રી જાતિવાદનું રાજકારણ કરે છે. પીડિતા પણ તેમની જાતિની હતી, આ કારણે તેમણે નિર્દોષોને ફસાવ્યા. જે આરોપી જેલમાં બંધ છે, ત્યાં સાંસદ કોઈને મળવા પણ ગયા હતા.

સાંસદનો જવાબ- જાતિવાદી રાજકારણ કરતા નથી

સાંસદે કહ્યું, હું અને મારી પુત્રી જાતિવાદી રાજકારણ કરતાં નથી. મંજુને પીડિતાના પરિવારના સભ્યોએ તમામ માહિતી આપી હતી. એ પછી જ તેણે પોલીસને લેટર લખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here