Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : યુવતીએ અભદ્ર માંગ ન સ્વીકારતા પ્રેમીએ તેના મા-બાપને મારી નાખવાની...
Array

અમદાવાદ : યુવતીએ અભદ્ર માંગ ન સ્વીકારતા પ્રેમીએ તેના મા-બાપને મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ. શહેરના રાણીપ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરતા ના પાડી હતી જેથી પ્રેમીએ સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરી પરિવારજનોને ઉઠાવી જવાની ધમકી આપી હતી. બે અજાણ્યા માણસો યુવતીના ઘરના ફોટો પાડીને પણ જતાં રહ્યાં હતાં. રાણીપ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્નની વાત કરી હતી

રાણીપમાં રહેતી અને લપકામણમાં આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને ઓગસ્ટ 2019માં ફેસબુક પર સાગર પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં વોટ્સએપ પર વીડિયો કોલ અને ચેટ પર વાતચીત થતી હતી. ગોતામાં આવેલા એક મકાનમાં બંને મળ્યા હતાં. સાગરે લગ્ન માટે વાત કરી હતી. યુવતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્નની વાત કરી હતી. સાગરે ફોન પર અભદ્ર માંગ કરી હતી જેની યુવતીએ ના પાડી હતી. બાદમાં યુવતીએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. સાગરે ફરી વાતચીત ચાલુ કરી અભદ્ર માંગ કરી હતી. યુવતીએ ના પાડતા તેને મા-બાપને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ તેના કાકાને કહેતા તેમને સાગર સાથે વાત કરી હતી ત્યારે તેને જાતિવાચક શબ્દ બોલી અપમાન કરી ઉઠાવી જવાની ધમકી આપી હતી. રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments