અમદાવાદ : વૃદ્ધે પત્નીને પગે માલિશ કરવાનું કહ્યું તો દીકરો ઉશ્કેરાઈને પિતાને લોખંડની પાઇપ વડે ફરી વળ્યો

0
5

અમદાવાદમાં અપહરણ, મારઝૂડ તેમજ હત્યાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેરના બે કિસ્સાએ લોકોને હચમચાવી દીધા છે. એક કિસ્સામાં પુત્રએ પિતાને લોખંડની પાઈપથી ફટકાર્યા તો બીજા કિસ્સામાં પિતાએ પોતાના જ પુત્રનું અપહરણ કર્યું હતું. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધે તેની પત્નીને પગે માલિશ કરી આપવા કહ્યું હતું. આ વખતે ત્યાં તેમનો દીકરો પણ હાજર હતો, જે આ વાતથી ઉશ્કેરાઈ ગયો અને નજીકમાં પડેલી લોખંડની પાઈપથી પિતાને ફરી વળ્યો હતો. આ બનાવમાં વૃધ્ધને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેમ મારી માને હેરાન કરો છો, એમ કહી પુત્રએ હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, વાડજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય હીરાજી ઓડ પોતાના ઘરે બેઠા હતા. ત્યારે તેમણે તેમની પત્નીને કહ્યું, તું મારા પગે માલીસ કરી દે જેથી બાજુમાં બેઠેલો તેમનો દીકરો ઉભો થઇ ગયો અને કહેવા લાગ્યો, કેમ મારી માને હેરાન કરો છો અને નજીકમાં પડેલી લોખંડની પાઇપ લઈ આવ્યો હતો.

પુત્રએ પાઈપ મારતા હીરાભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા
હીરાજી કઈ સમજે પહેલા જ તેમના દીકરા તેમને પગમાં પાઇપ ફટકારવા લાગ્યો હતો. જેથી હીરાજી નિચે પડી ગયા હતા અને બુમો પાડવા લાગ્યા હતા. જેથી હિરાજીના દિકરાએ ફરી એક પાઇપ તેમના માથામાં ફટકારી દીધી હતી. જેથી હીરાજી લોહી લુહાણ થઈને નીચે પટકાયા હતાં. થોડીવારમાં આસપાસના લોકો ભેગા થઈ જતા હીરાભાઈને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પત્ની જેઠ સાથે ફરાર થયા બાદ પતિએ તેના જ પુત્રનું અપહરણ કર્યું
શહેરના અમદુપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકના અપહરણને લઇ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પતિના ભાઈ સાથે ભાગી ગઈ હતી અને અલગ રહેવા લાગી હતી. પતિને જાણ થતાં તે પોતાના મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવી આરોપીની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here