વિવાદિત સ્ટેટમેન્ટ : મુકેશ ખન્નાએ કહ્યું, જ્યારે સ્ત્રીઓએ બહાર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી MeTooની પ્રોબ્લેમ શરૂ થઇ.

0
6

‘શક્તિમાન’ કેરેક્ટરને પ્લે કરીને દેશ દુનિયામાં ફેમસ થયેલા એક્ટર મુકેશ ખન્નાએ ફરી એકવાર વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે MeToo મુવમેન્ટ પર કહ્યું કે આ સમસ્યા સ્ત્રીઓ બહાર નીકળીને કામ કરતી થઇ ત્યારથી શરૂ થઇ છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલાઓ પુરુષોની બરાબરી કરવા ઈચ્છે છે એ તેમની સાથે ખભો મેળવીને ચાલવા ઈચ્છે છે.

મુકેશે કહ્યું- સ્ત્રીઓની રચના અલગ, પુરુષની અલગ

ધ ફિલ્મી ચર્ચાને આપેલા ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું, સ્ત્રીઓની રચના અલગ હોય છે અને પુરુષની રચના અલગ હોય છે. સ્ત્રીઓનું કામ હોય છે ઘર સંભાળવું, જે માફ કરજો હું ક્યારેક ક્યારેક ભૂલી જાઉં છું. પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થઇ છે MeTooની જ્યારથી સ્ત્રીઓએ પણ કામ કરવાનું શરૂ કરી દીધું. આજે સ્ત્રીઓ પુરુષો સાથે ખભો મેળવીને વાત કરે છે.

‘લક્ષ્મી બોમ્બ’ નામ પર નારાજ થયા હતા મુકેશ ખન્ના

હાલમાં જ મુકેશ ખન્ના ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના મેકર્સથી નારાજ થયા હતા. તેમને આ ફિલ્મના નામને લઈને વાંધો હતો. ખન્નાએ ત્યારે કહ્યું હતું, લક્ષ્મી બોમ્બ ટાઇટલ પર આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. મને પૂછો તો ફિલ્મ બેન વ્યાજબી નથી કારણકે હજુ માત્ર ટ્રેલર જોયું છે ફિલ્મ હજુ બાકી છે. લક્ષ્મીની આગળ બોમ્બ લગાવવું મસ્તી કરતા હોય એવું લાગે છે. શું તમે અલ્લાહ બોમ્બ કે બદમાશ જીસસ ફિલ્મનું નામ રાખી શકો છો, નહીં, ને તો પછી લક્ષ્મી બોમ્બ કેમ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here