જીન્સ પહેરતા સમયે છોકરાઓ કરે છે હંમેશા આ પાંચ ભુલો

0
78

મહિલા હોય કે પુરૂષ તેમની ડ્રેસિંગમાં જીન્સ સેમ હોય છે, અંતર માત્ર ડિઝાઈનનો હોય છે. આજકાલ દરેક માટે જીન્સ પહેરવું ખુબ જ આસાન વિકલ્પ બની ગયો છે કારણ કે તેને કુર્તા, ટોપ કે શર્ટ કોઈ પણ વસ્તુ સાથે મેચ કરવામાં આવે છે. જો કે તેના પણ કેટલાંક ફાયદાઓ છે. ખાસ કરીને પુરૂષ જીન્સ પહેરે છે ત્યારે કેટલીંક ભૂલો કરે છે, એવામાં તમારા માટે જાણવુ જરૂરી છે કે ક્યાંક તમે પણ આ ભુલો તો નથી કરતા ને?

જીન્સમાં બે પેટર્ન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. સ્લિમ ફિટ અને સ્કિની. સ્લિમ ફિટ જીંસ તમને સારી ફિટિંગ આપે છે પરંતુ તમારી સ્કિન સાથે ચોંટતી નથી. જ્યારે સ્કિની જીન્સ ખૂબ જ ફિટ હોય છે. જો તમારી હાઈટ ખૂબ જ વધુ છે અથવા વધુ પાતળા છો તો સ્કિની જીન્સ પહેરવાથી બચવુ જોઈએ.

એંકલ જીન્સ કે પછી ક્રોપ જીન્સની લંબાઈ એટલી હોવી જોઈએ કે ઠીક એંકલ પર ખતમ થઈ જાય. ના તેનાથી ઉપર અને ના તેનાથી નીચે પરંતુ હંમેશા છોકરાઓની એંકલ જીન્સ તેમના એંકલને કવર કરી નીચે સુધી આવી રહી હોય છે અને ક્યારેક એંકલ કરતા નીચે હોય છે.

જીન્સની સાથે તમે શર્ટ અને ટી-શર્ટ કઈ પણ પહેરી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે જો તમારી ફિટનેસ સારી નથી તો તમારા માટે શર્ટ પહેરવો સારો રહેશે અને જો ટી-શર્ટ પહેરવી છે તો લુઝ ટી-શર્ટ પહેરો અને ટક-ઈન ન કરો.

ક્યારેક-ક્યારેક જીન્સની સાથે પહેરવામાં આવેલા અનમેચ ફુટવેર તમારા લુકને બગાડી શકે છે. હંમેશા ધ્યાન રાખો કે જીન્સની સાથે સ્નીકર્સ અથવા સ્પોર્ટી શૂઝ સારા લાગે છે. તમે રંગની સાથે એક્સપેરિમેન્ટ કરી શકે છે પરંતુ બીજા ફુટવેર મેચ કર્યા પહેલા ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here