ક્યાં સુધીમાં આવી જશે બાળકો માટેની કોરોના વેક્સિન?

0
1

કોરોના મહામારી વિશ્વમાં ફરીથી પગપેસારો કરી રહી છે. ભારત ઉપરાંત યુરોપના દેશો, અમેરિકા કે વિશ્વના અન્ય પ્રદેશોમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ફ્રાંસના એક્સપર્ટ તેને કોરોનાની ત્રીજી લહેર ગણાવી રહ્યા છે ત્યારે ભારતના મહારાષ્ટ્રમાં તે કોરોનાની બીજી લહેર ગણાઈ રહી છે. કોરોના મહામારીની બીજી-ત્રીજી લહેર વચ્ચે સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન અભિયાન તેજ થઈ રહ્યું છે. પરંતુ લોકોને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, બાળકો માટેની કોરોના વેક્સિન ક્યારે આવશે? જો કે, અમેરિકી કંપની મોડર્નાએ તાજેતરમાં બાળકો માટેની કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરી હોવાથી લોકોમાં નવી આશા જાગી છે.

મોડર્નાની ટ્રાયલ મહત્વની કેમ?

મોડર્નાએ અમેરિકામાં બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે અને તેને KidCOVE અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમેરિકા અને કેનેડામાં 6 મહિનાથી 11 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 6,750 બાળકોને ટ્રાયલ માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે. અમેરિકાની નેશનલ એલર્જી અને ઈન્ફેક્સિયસ ડીસિઝ ઈન્સ્ટિટ્યુટ સાથે મળીને મોડર્નાની mRNA-1273 વેક્સિનની ટ્રાયલ કરી રહ્યા છે.

અમેરિકી એક્સપર્ટના કહેવા પ્રમાણે જૂન-જુલાઈ સુધીમાં બાળકો માટેની કોરોના વેક્સિન તૈયાર થઈ જશે તેવી આશા છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓક્ટોબર મહિના સુધીમાં બાળકો માટે વેક્સિન લાવવાની તૈયારીમાં છે. આ વેક્સિન બાળકોને તેમના જન્મના એક મહિનાની અંદર લગાવવામાં આવશે. ઉપરાંત કંપની ભવિષ્યમાં વેક્સિનને દવા તરીકે પણ વિકસિત કરશે જેથી બાળકો કોરોનાથી સંક્રમિત હોય તો તેમને આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here