દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા થી વટવા જવાનો ડિસ્કો રોડ ક્યારે રિપેર કરવામાં આવશે?

0
13

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા થી વટવા જવાનો ડિસ્કો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં બની જવા પામ્યો છે. લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતાં નથી. અહીંયાથી પસાર થતા વાહનચાલકો અને લોકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ગ્રામજનોની રજૂઆત છે કે અમારા આ વિસ્તારનો રોડ છેલ્લા ઘણા સમયથી ખાડા-ટેકરા અને પથ્થર અને મોટા મોટા ગાબડા પડી ગયા હોવાથી બાઈક કે અન્ય સાધનો લઈને પસાર થવાનું થાય છે ત્યારે અમે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો સરકારે અમારા ગામના અમરાભાઈના મુવાડા થી વટવાનો રોડ પેવર કરવા માટે અમારી ઉગ્ર રજૂઆત છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર