રૂ.64 કરોડ ક્યાંથી આવ્યા? કોચર દંપતી, ધૂતની ફરીથી થશે તપાસ

0
31

નવી દિલ્હી- દિપક અને ચંદા કોચર તેમજ વીડિયોકોન ગ્રૂપના ચેરમેન વેણુગોપાલ ધૂતને તપાસ એજન્સી ફરીથી પૂછપરછ કરવા માટે બોલાવી શકે છે. તાજેતરમાં જ બે અલગ-અલગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયોકોન ગ્રૂપ તરફથી દીપક કોચરની ગ્રૂપ કંપનીઓને મળેલા રૂપિયા ૬૪ કરોડના ભંગાણનું કોઈ કારણ જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બાબત અંગે તપાસ એજન્સી ત્રણેય સાથે ફરીથી પૂછતાછ કરી શકે છે.

ICICI બેન્ક તરફથી વીડીયોકોન ગ્રૂપને મળેલ લોનમાં કથિતરૂપે કરવામાં આવેલી ગેરરીતિ બદલ કોચર દંપતીઓ પર તપાસ એજન્સીઓની બાજ નજર છે. આ લોન તે સમયે આપવામાં આવી હતી જ્યારે ચંદા કોચર ICICI બેન્કના ચીફ હતા. આવકવેરા વિભાગ અને કંપની બાબતોના મંત્રાલયે તેમના તાજેતરના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઘણી કંપનીઓ દ્વારા દીપક કોચરની ગ્રૂપ કંપનીઓને વીડિયોકોન પાસેથી ૬૪ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, આ રૂપિયા શા માટે આપવામાં આવ્યા, તે અંગેનું કોઈ કારણ જાણી શકાયું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગની તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, બિઝનેસ ખર્ચમાં કરવામાં આવતા ખર્ચ તરીકે આ રકમને દર્શાવવામાં આવી છે, જે “જેન્યુઇન(વ્યવહારિક) બિઝનેસ ટ્રાન્ઝેક્શન” લાગી રહ્યો નથી. કંપની બાબતોના મંત્રાલયે પણ સંકેત આપતા જણાવ્યું છે કે, વીડિયોકોન ગ્રૂપે કોચર ગ્રૂપની કંપનીઓ પાસેથી આ નાણાં ફરીથી લેવા અંગે પણ કોઈ ગંભીર પ્રયાસ કર્યો ન હતો.

ધણી તપાસ એજન્સીઓ ધૂત અને કોચર દંપતી સાથે અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય એજન્સીઓ CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED), આવકવેરા વિભાગ અને કંપની બાબતોના મંત્રાલય ઘણા કાયદાઓ ભંગ કર્યા હોવાની તપાસ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, ધૂત અને દીપક કોચર સાથે ઈડીએ દિલ્હીમાં તેમના મુખ્યકાર્યાલયમાં પૂછપરછ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here