સાંઇબાબાના દર્શને જતી મહિલાઓ ક્યાં ગૂમ થઇ જાય છે ?

0
28

ઔરંગાબાદ તા.14 ડિસેંબર 2019, શનિવાર

વિશ્વવિખ્યાત સંત સાંઇબાબાના શિરડીમાં અકળ રીતે એક પછી એક વ્યક્તિ ગૂમ થઇ રહી હોવાના મુદ્દે ઔરંગાબાદ હાઇકોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં 80થી વધુ વ્યક્તિ ગૂમ થઇ હતી જેનો અતોપતો લાગ્યો નહોતો. શિરડીના નિવાસીઓ એક પછી એક ગૂમ થઇ રહ્યા હોવાના મિડિયા અહેવાલની મુંબઇ હાઇકોર્ટે સુઓ મોટ્ટો અરજી દાખલ કરી હતી અને મુંબઇ હાઇકોર્ટની ઔરંગાબાદ શાખાએ આ મુદ્દે તપાસ કરીને હાઇકોર્ટને રિપોર્ટ આપવાની પોલીસને તાકીદ કરી હતી.

મનોજ કુમાર નામની એક વ્યક્તિએ પોતાની પત્ની ગૂમ થવા અંગે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે માનવ તસ્કરીનું આ વ્યવસ્થિત કાવતરું નથી ને એની તપાસ કરીને રિપોર્ટ આપો.

ચાલુ વર્ષમાં ઓક્ટોબરની 31મી સુધીમાં શિરડીના 88 જણ ગૂમ થયા હતા જેમાં થોડીક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો.

ઔરંગાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ ટીવી નવાડે અને જસ્ટિસ એસએમ ગવાન્હેએ કહ્યુંહતું કે મંદિરમાં દર્શન કરવા આવેલી વ્યક્તિ ક્યાં કેવી રીતે ગૂમ થઇ શકે એ સમજાતું નથી. પોલીસે આ બાબતે સઘન તપાસ કરવી જોઇએ કે મહિલાઓ ગૂમ થાય તેની પાછળ માનવ તસ્કરી કરનારી ટોળીનો હાથ નથી ને.

ચાલુ વર્ષમાં ગૂમ થયેલા લોકોમાં મહિલાઓ વધુ હતી એટલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here