ડાંગ જિલ્લામાં બાળકોનો અભ્યાસ ક્યાંથી શક્ય !! ટીવી કે ઈન્ટરનેટના અભાવમાં કેવી રીતે ભણશે બાળકો ? 

0
0
મોબાઇલ છે પણ નેટવર્ક નથી ટીવી છે પણ લાઈટ જતી રહે છે અનેક સમસ્યાથી પરેશાન વિધાર્થીઓ, જાગે સરકાર
ઓનલાઇન શિક્ષણ માટે મોબાઈલ અને નેટવર્ક બંને જરુરી છે. ત્યારે ગામડાઓમાં  રહેતો મજુર, કે ગરીબ વાલી કે જે કોરોના કાળ માં બેકાર બની બે ટંકનુ ભોજન માંડ મેળવી શકે છે એ એન્ડ્રોઇડ મોબાઈલ બાળક માટે ક્યાંથી લાવશે.એટલે ઓનલાઇન લાઈવ શિક્ષણ ગામડાના વિદ્યાર્થીઓ માટે શક્ય જ નથી. ગામડાની હાલની વાસ્તવિક સ્થિતિ તો એવી છે કે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા પરીવાર નું બાળક હાલ ખેતીમાં કામ કરવા લાગ્યુ છે. ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતુ બાળક પરીવાર માટે બે ટંકનુ ભોજન પૂરું મળી રહે તે માટે તે હોટલો અને દુકાનોમાં કામ કરવા લાગ્યું છે આવા બાળકોને તમે કઈ રીતે ઓનલાઇન ભણાવશો એની પાસે કોઈ એવુ સાધન જ નથી કે તે ઓનલાઇન અભ્યાસ કરી શકે.
ઓનલાઈન તો દુરની વાત પણ ઝુંપડામાં વસવાટ કરતા લોકોને તો ટીવી પણ નહિ હોય કે જે જોઈને ભણી શકે. બાળકોની તો હાલ સરકાર દ્વારા દૂરદર્શન ના માધ્યમ થી રોજ અભ્યાસ કરાવવાનુ નક્કી કર્યું છે. પરંતુ ગામડાના ગરીબ અને ઝુંપડા અને વાડી વિસ્તારમાં મજૂરી કરી ત્યાંજ વસવાટ કરતા  પરિવાર પાસે ટીવી પણ ના હોય તો આવા પરીવારના બાળકો આ શિક્ષણથી વંચિત રહેવાના તો તેમને કઈ રીતે આપવું શિક્ષણ એટલે ચેનલના માધ્યમથી કે ઓનલાઇન શિક્ષણ આપવુ શક્ય જ નથી ડાંગ જિલ્લામાં સરકાર અને તંત્ર દ્વારા  પ્રયાસ જરુર થઇ રહ્યો છે પણ છેવાડાના ગરીબ બાળક સુધી પહોંચવુ મુશ્કેલ છે.
ઓનલાઇન શિક્ષણ થી છેવાડાના બાળક સુધી ખુબ મુશ્કેલ છે.કારણ કે ગામડાના ગરીબ લોકોની સ્થિતિ આપણે જેટલી સમજીએ છે તેટલી સારી નથી કે તેમના બાળકો ટીવી ચેનલ, મોબાઈલ, સામે બેસીને અભ્યાસ કરી શકે. ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ત્યારે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં “હોમ લર્નિગ” કાર્યક્રમ થકી ડી.ડી. ગિરનાર ન્યુઝ ચેનલ પર  અભ્યાસ પહોંચાડવામાં આવી રહ્યું છે  ડાંગ ના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં આ માધ્યમની પહોંચ નથી ત્યાં શિક્ષકો વિદ્યાર્થીઓને  સ્ટડી મટીરીયલ્સનો ઉપયોગ કરી શિક્ષકો ઘરે જઇને સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણીની સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે પણ ખાનગી શાળાઓ કે પછી ડાંગ જિલ્લાનું બાળક શહેરમાં ભણતુ હોય તો એવા બાળકો ને ઘણી તકલીફો પડી રહી છે. અને બીજી બાજુ ડાંગ જિલ્લામાં નેટવર્ક ને લઈને પણ લોકો ભારે હાલાકીનો સામનો કરતા હોય છે જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે એટલે વહેલી તકે નેટવર્કિંગ ના પ્રોબ્લેમ વહેલી તકે દુર થાય અને ડાંગ જિલ્લાના તમામ ગામડાઓમાં નેટવર્ક ની સુવિધા મળી રહે તેવી લોક માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here