જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર નથી ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યાં

0
6

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. બપોરે 1.15 સુધીમાં નગરપાલિકામાં 23.93 ટકા, જિ.પંચાયતમાં 23.96 ટકા અને તાલુકા પંચાયત 25.82 ટકા મતદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here