Wednesday, August 4, 2021
No menu items!
Homeકોની રહેમ નજર ? લોકડાઉનમાં ક્યાં મળે છે અમદાવાદ જિલ્લાના સાંણદમાં ઈંગ્લીશ...
Array

કોની રહેમ નજર ? લોકડાઉનમાં ક્યાં મળે છે અમદાવાદ જિલ્લાના સાંણદમાં ઈંગ્લીશ દારૂ… જુવો અમારો વિશેષ અહેવાલ

PAVAN MAKAN : CN24NEWS (M.D.)

 

અમદાવાદ જિલ્લામાં આવેલ સાંણદ વિસ્તારમાં જાહેરમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. અને આ ધંધા પર રહેમ નજર છે સાંણદ પોલીસસ્ટેશનના અધિકારીઓથી લઇ ઉચ્ચ અધિકારીઓની…… જુઓ અમારા અહેવાલમાં.

 

સાંણદમાં ચાલતા ખુલ્લે આમ દારૂના ધંધાની જાણ સ્થાનિકો દ્વારા સાંણદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા છતાં કોઈ પણ જાતના પગલાં લેવાતા ન હોવાથી આ ધંધાનું સ્ટિગ ઓપરેશન કરી માહિતી બહાર લાવતી સી.એન.24 ન્યુઝ ની ટીમ…. જગ્યા પર જઈ વિડીયો ઉતારી દારૂના ધંધા અને આની સાથે કોણ કોણ સંકળાયેલ છે તેની દરેક માહિતી એકત્ર કરેલ છે.

વિડીયો : 1

મળતી માહિતી મુજબ સાણંદ વિસ્તારમાં ભુપત ઠાકોર, સૂર્યા અને બધાભાઇ નામનો બુટલેગર ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે. અને સાણંદ પોલીસસ્ટેશન થી લઇ ઉચ્ચ અધિકારીઓને ભરણ આપી રહ્યો છે. જેમાં સાંણદ પોલીસ સ્ટેશનના પી.આઈ., ડીસ્ટાફ પી.એસ. આઈ, એલ.સી.બી. પી.આઈ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપરાંત ઉચ્ચ અધિકારોઓની રહેમ નજર હેઠળ બેરોકટોક વિના આ બુટલેગરો ધંધો કરી રહ્યા છે.

આ દરેકનો વહીવટ સાંણદ પોલીસસ્ટેશનના પી.આઈ ના લાડલા ગણાતા વહીવટદાર બહાદુરસિંહ અને ઇન્દુભા કરી રહ્યા છે અને સમગ્ર સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં લોકો ઉપર તોડ કરી ત્રાસ ગુજારી રહ્યા છે. સાંણદ વિસ્તારમાં છૂટક અને હોલસેલ દારૂનો વેપારી ચિરાગ જયસ્વાલ બહાદુરસિંહ સાથે મળી અમદાવાદ જિલ્લામાં દરેક જગ્યાએ ઇંગલિશ દારૂનો સપ્લાય કરે છે. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. બહાદુરસિંહ દ્વારા સમગ્ર જિલ્લાનો વહીવટ કરી ઉચ્ચ અધિકારીઓને મહિને લાખો રૂપિયાનો હપ્તો પહોંચાડવાની કામગીરી કરે છે. અમદાવાદ જિલ્લા એલ.સી.બી. ના કહેવાતા વહીવટદાર પ્રદીપસિંહ દ્વારા બહાદુરસિંહ ને પેટા વહીવટદાર તરીકે અમદાવાદ જિલ્લામાંથી હપ્તા ઉધરાવે છે.

વિડીયો : 2

 

પોલીસની કામગીરી શુ હોવી જોઈએ ?

અમદાવાદ જિલ્લામાં ચાલતા દારૂ – જુગારના અડ્ડાઓ પર વારંવાર રેડ કરી આ દુષણોને બંધ કરાવવા જોઈએ।

પણ પૈસાની લાલચ અને ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા આ બંને વહીવટદારો સમગ્ર જિલ્લામાં બેફામ દારૂ જુગારની હાટડીઓ ચલાવી રહ્યા છે. આ બંને પોલીસ વહીવટદાર ના મોબાઈલ નંબર અને લોકેશન ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસવામાં આવે તો બુટલેગરો સાથેનો શું સંબંધ છે તે તપાસમાં બહાર આવશે આ બંને જિલ્લા ના કહેવાતા મોટા વહીવટદારની જંગી અને સત્તાવાર મિલકત ની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવી જોઈએ આ બંને વહીવટદાર કરોડો રૂપિયાના જિલ્લા નો વહીવટ કરી અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ થી સંપત્તિ વસાવી છે.

સી.એન.24 ન્યુઝ દ્વારા અમદાવાદ જિલ્લા ના સાંણદ વિસ્તારના ઈંગ્લીશ દારૂના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન કરી બુટલેગર અને સ્થાનિક પોલીસ ની મેળાપીપણા ને જાહેર કરવાની કોશિશ કરી છે.

જોવાનું હવે આ રહ્યું છે કે આ ન્યુઝ ના માધ્યમથી આ સમગ્ર દુષણો બંધ કરાવવામાં આવશે કે પછી ?

 

વધુ ખુલાસા માટે જુવો આગળ નો અહેવાલ !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments