શ્રાવણનો સોમવાર હોય કે કાન્હાના ભોગની તૈયારી, ઘરે માઈક્રોવેવમાં બનાવી લો આ ખાસ પેંડા

0
15

મિઠાઇ છે જે દરેકને કોઇપણ સમયે ખાવાનું મન થઇ જાય છે. અત્યારે તો તહેવાર અને ઉપવાસની સીઝન છે. શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે પછી જન્માષ્ટમીએ કાન્હાને ભોગની તૈયારી કરવાની હોય, આ પેંડા તમારી મદદ કરશે. ઉપવાસમાં જો કેસર પેંડા હોય તો તેની મજા અલગ જ હોય છે. તે દેખાવમાં સુંદર લાગે છે અને સાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. આ પેંડાને તમે માઇક્રોવેવમાં પણ બનાવી શકો છો. તે ઝડપથી અને સરળતાથી બની શકે છે. તો નોંધી લો રેસિપિ અને બનાવો તમારા રસોડામાં સૌની પસંદના કેસર પેંડા.

કેસર પેંડા

કેસર પેંડાની મજા જ કંઈ અલગ હોય છે. પેંડાને તમે ગેસ પર કડાઈમાં પણ બનાવી શકો છો. જો તમારી પાસે સમયની અછત હોય તો તમે તેને માઈક્રોવેવમાં પણ બનાવી શકો છો. નોંધી લો રેસિપિ અને બનાવો સૌની પસંદના કેસર પેડા.

સામગ્રી

2 કપ માવો
2 કપ બૂરું ખાંડ
2 ટીસ્પૂન દૂધ
વીસ તાંતણા કેસર
10 નંગ પિસ્તાની કતરણ

રીત

સૌ પહેલાં તો કેસરને ગરમ દૂધમાં નાંખો આમ કરવાથી દૂધનો કલર બદલાઇ જશે. માવાને માઇક્રોવેવના સેફ બાઉલમાં કાઢીને એક મિનિટ માટે માઇક્રોવેવમાં રાખો. હવે તેને બહાર કાઢી લો અને તેને સારી રીતે ચમચાથી હલાવી દો.

ફરી તેને એક મિનિટ માટે માઇક્રોવેવમાં અધિકતમ તાપમાને રાખો અને પછી બહાર કાઢીને ફરીથી સારી રીતે હલાવી લો. કેસર દૂધને માવામાં મિક્સ કરી દો અને એક મિનિટ સુધી તેને માઇક્રોવેવમાં રાખો. માવાને કુલ ચાર મિનિટ સુધી વારાફરતી માઇક્રોવેવમાં રાખો. માવો સારી રીતે શેકાઇ જશે. તે થોડો ઠંડો થાય એટલે ખાંડ ભેળવી દો. હવે તેમાં પિસ્તાની કતરણને પણ મિક્સ કરી લો. હાથ પર થોડું ઘી લગાવો અને તેને ચિકણા કરી લો. મિશ્રણમાંથી થોડો થોડો માવો લઇને તેના પેંડા વાળો. તેને થોડા દબાવી દો અને તેની પર પિસ્તાની 2-3 કતરણ લગાવો. તૈયાર પેંડાને પ્લેટમાં રાખી લો અને સાથે એક પ્લેટમાં સજાવો. હવે તમે તેને ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા ભગવાનના ભોગ માટે પણ વાપરી શકો છો.

ટિપ્સ

– ગરમ માવામાં ખાંડ ભેળવવાથી મિશ્રણ પાતળું થઇ જાય છે અને પેંડા બનાવવાનું મુશ્કેલ. તેમ છતાં જો તે વધારે ઢીલું થઇ જાય તો તમે તેને ફ્રિઝમાં મૂકી શકો છો. બીજા દિવસે તમે તેના પેંડા બનાવી શકો છો.

– માવો ઠંડો થઇ જાય તો તેમાં ખાંડ ભેળવવાથી તે વિખેરાઇ જાય છે અને સારી રીતે પેંડા બની શકતા નથી. જો એવુ થાય તો તેમાં એકાદ ચમચી દૂધ નાંખો અને સાથે તેને મસળીને સારી રીતે મિક્સ કરી લો. પેંડા ઝડપથી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here