Wednesday, September 22, 2021
Homeકાર જૂની હોય કે ના હોય ગરમીમાં ACનો ઉપયોગ કરતી વખતે હંમેશાં...
Array

કાર જૂની હોય કે ના હોય ગરમીમાં ACનો ઉપયોગ કરતી વખતે હંમેશાં 6 બાબતો ધ્યાનમાં રાખો

દેશના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. આવી ગરમીમાં જૂની કારનું AC પણ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, એવું જરૂરી નથી કે તમારી કાર જૂની છે એ કારણોસર તેનું AC ઠંડક નથી આપી રહ્યું. પરંતુ ACનો ખોટી રીતે ઉપયોગ કરવાને કારણે પણ આવું થઈ શકે છે. આવી સ્થિતિમાં, અહીં અમે કારના ACનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે ટીપ્સ આપી રહ્યા છીએ.

1. ગરમ હવા બહાર કાઢો

જો કાર એવી જગ્યાએ ઊભી રાખી છે જ્યાં તેની ઉપર તડકો આવી રહ્યો હોય તો તે અંદરથી ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, પહેલા કારની અંદરની ગરમ હવા બહાર કાઢવી જોઈએ. આ માટે, કારના તમામ દરવાજા સંપૂર્ણપણે ખોલી નાખો. હવે કારનો ફેન ઓન કરી દો. આ ફેનથી આવી રહેલી ગરમ હવા પણ નીકળઈ જશે. હવે ગેટ બંધ કરી દો અને પછી AC ઓન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે ACને ઠંડી હવા આપવા માટે થોડો સમય લાગે છે.

2. સન વાઇઝરનો ઉપયોગ કરો

ઉનાળાની ઋતુમાં હંમેશાં સન વાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. તેના બે ફાયદા છે. પહેલો એ કે જ્યારે બધી વિંડોઝ પર સન વાઇઝોર લગાવવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશ કારની અંદર આવતો નથી. જેના કારણે કાર અંદરથી ઓછી ગરમ થાય છે. બીજું, ACની કાર્યક્ષમતા વધે છે. સન વાઇઝરને કારના પાછળના કાચ પર પણ લગાવવું જોઇએ. તમે સન વાઇઝરની જગ્યાએ કર્ટેન્સ પણ લગાવી શકો છો.

3. ફ્રેશ એર પોઇન્ટ બંધ કરો

કારમાં હવા માટેના બે જુદા-જુદા પોઇન્ટ હોય છે. એકમાં તાજી હવા હોય છે અને બીજી કારની અંદરની હવા હોય છે. ઉનાળાની ઋતુમાં બહારથી આવતી હવાને બંધ કરવી જોઈએ. આ જરૂરી છે કારણ કે, જો AC કારની અંદર ચાલી રહ્યું હોય ત્યારે બહારવાળા પોઇન્ટથી ફ્રેશ એર સાથે ગરમ હવા પણ આવે છે, જે કારની અંદર રહેલી ઠંડકને ઘટાડે છે.

4. AC પોઇન્ટને વેક્યૂમ કરો

કારમાં ACના જેટલા પણ પોઇન્ટ છે તેને વેક્યૂમની મદદથી સાફ કરો. ઘણીવાર કારના પોઇન્ટ પર ડસ્ટ જમા થવા લાગે છે. આ ડસ્ટ જો પાઇપની અંદર પહોંચી જાય તો હવા આવનારા રસ્તાને બ્લોક કરી દે છે. એવામાં ACમાંથી ઓછી હવા આવે છે. તેથી, જ્યારે પણ તમે કારની સફાઈ કરો તો તેના એર કન્ડિશનરવાળા પોઇન્ટ પર વેક્યૂન ચોક્કસપણે કરી લો.

5. વિંડોને લોક રાખો

ખાતરી કરો કે જ્યારે તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હો ત્યારે કારની બધી વિંડોઝ બંધ હોય અને કારનું AC ચાલુ હોય. આ માટે તમારે બધી વિંડોઝને ચેક કરીને લોક કરી દેવી જોઇએ. ઘણી વાર પાછળ બેઠેલા લોકો કોઈ કામ માટે બારી ખોલે છે અને તેને સારી રીતે બંધ કરતા નથી. આવી સ્થિતિમાં ACની ઠંડક બહાર આવે છે. આ ઉપરાંત, બહારની ગરમ હવા કારની અંદર આવે છે.

6. AC ડાયરેક્શન નોબનો યુઝ

કારના ACમાં મલ્ટી એર ટ્રાન્સફર નોબ હોય છે. એટલે કે, હવા સામેની સાથે પગ પર અને ચારે બાજુ જાય છે. તેનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી કારમાં ઝડપથી ઠંક થાય છે. જ્યારે કાર ઠંડી થઈ જાય ત્યારે તેને કોઈ એક ડાયરેક્શનમાં ફિક્સ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે ACનું કૂલિંગ દર વર્ષે 15% અથવા તેનાથી પણ વધુ ઘટી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે 5 વર્ષ સુધી ACની સર્વિસ નથી કરાઈ તો તેની સર્વિસ ચોક્કસપણે કરાવી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments