Tuesday, September 21, 2021
Homeબીપી કંટ્રોલમાં રાખવું હોય કે ડાર્ક સર્કલ્સ દૂર કરવા હોય, જાણો બટાકાની...
Array

બીપી કંટ્રોલમાં રાખવું હોય કે ડાર્ક સર્કલ્સ દૂર કરવા હોય, જાણો બટાકાની છાલના 7 કમાલના ઉપયોગ

બટાકા દરેક ઘરમાં શોખથી ખવાય છે પણ સાથે જ આપણે તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ. આજે અમે તેના 7 કમાલના ઉપાય જણાવીશું પછી તમે પણ તેને ફેંકશો નહીં.

બટાકાની છાલના છે કમાલના ઉપયોગ
બટાકાની છાલનો કરો આ રીતે ઉપયોગ
બીપી કંટ્રોલમાં રાખવાથી લઈને કરે છે સુંદરતામાં કમાલ

પેલી કહેવત તો તમે જાણતા જ હશો કેરી તો કેરી પણ તેની ગોટલી પણ કરે છે કમાલ. આવું જ કંઈક બટાકા અને તેની છાલ સાથે છે. આપણી રસોઈની અનેક ચીજો એવી છે જેની છાલ પણ આપણને અનેક રીતે મદદ કરે છે. તો જાણો અનેક રોગની સાથે સાથે સુંદરતા વધારવામાં બટાકાની છાલ તમારી કઈ રીતે મદદ કરે છે.

બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ

બટાકામાં મોટા પ્રમાણમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં તમારી મદદ કરે છે.

ડાર્ક સર્કલ્સને દૂર કરે છે

આંખી નીચેના કાળા સર્કલ્સને દૂર કરવા પછી તે સ્કીન ટેનના કારણે હોય તો પણ તમે બટાકાની છાલને પીસીને તેનો રસ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી ડાર્ક સર્કલ્સમાં જલ્દી રાહત મળે છે.

લોહીની ખામીને કરે છે દૂર

એનિમિયા કે આયર્નની ખામીમાં અન્ય શાકની સાથે બટાકાની છાલ લાભદાયી છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તેનો અલગ રીતે ઉપયોગ કરવાથી તમે લોહીની ખામીને દૂર કરી શકો છો.

શરીરને કરે છે મજબૂત

બટાકાની છાલમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન બી 3 મળે છે. તેનાથી શરીરને તાકાત મળે છે. આ સિવાય તેમાં રહેલું નૈસીન કાર્બોઝને એનર્જીમાં ફેરવી લે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમને કરે છે બૂસ્ટ

ફાઈબરથી ભરપૂર ડાયટ જરૂરી છે. એક તરફ બટાકામાં ભરપૂર ફાઈબર હોય છે જે ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે.

હાડકાંને કરે છે મજબૂત

બટાકાની છાલમાં કેલ્શિયમ અને વિટામીન કોપ્લેક્સ ખૂબ વધારે હોય છે. તેનાથી હાડકાંને તાકાત મળે છે અને વિટામીન બીથી શરીરને તાકાત મળે છે. કોશિશ કરો કે બટાકાને છાલ સહિત બનાવો.

વાળને કરે છે કાળા

જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો તમે બટાકાની છાલને એક વાટકીમાં અડધો લિટર પાણીમાં ઉકાળો. પાણી જ્યારે 2 ચમચી થઈ જાય ત્યારે તેને ઠંડુ કરો અને વાળમાં લગાવો. આવું વારેઘડી કરવાથી તમારા વાળ કાળા બને છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments