Friday, March 29, 2024
Homeમોટો ખુલાસો : જે વ્હોટ્સએપ ગ્રુપમાં દીપિકાએ લખ્યું હતું, 'માલ હૈ ક્યા',...
Array

મોટો ખુલાસો : જે વ્હોટ્સએપ ગ્રુપમાં દીપિકાએ લખ્યું હતું, ‘માલ હૈ ક્યા’, તેના નામનો થયો ઘટસ્ફોટ, ગ્રુપનું નામ ‘DP+Ka+KWAN’ હતું

- Advertisement -

દીપિકા પાદુકોણની 26 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પૂછપરછ કરવાનું છે. દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પાસે વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સ અંગે વાતચીત કરી હતી. કરિશ્માની આજે, 25 સપ્ટેમ્બર પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં જ દીપિકાના વ્હોટ્સએપ ગ્રુપના નામનો ખુલાસો થયો છે.

શું છે નામ?
રિપબ્લિક ચેનલના અહેવાલ પ્રમાણે, ક્વાનની કો-ઓનર જયા સાહાએ આ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં જયા સાહા ઉપરાંત કરિશ્મા પ્રકાશ, ક્વાનના કો-ફાઉન્ડર અનીરબન દાસ, બ્લાહ તથા વિજય સુબ્રમણ્યમ હતા. આ ગ્રુપ ચેટમાં સામેલ ટેલેન્ટ કંપનીના ટોપ મેનેજન્ટ તપાસ હેઠળ છે. માનવામાં આવે છે કે આ ગ્રુપ દ્વારા ક્વાનના કર્મચારીઓ કથિત રીતે ડ્રગ સપ્લાય કરતા હતા. આ ગ્રુપનું નામ DP+Ka+KWAN’ હતું. માનવામાં આવે છે કે અહીંયા DP એટલે દીપિકા પાદુકોણ, KA એટલે કરિશ્મા હોઈ શકે છે.

આ ગ્રુપમાં દીપિકાએ ડ્રગ્સ અંગે વાત કરી હતી
(આ ગ્રુપમાં દીપિકાએ ડ્રગ્સ અંગે વાત કરી હતી)

 

જયા સાહાએ ગ્રુપ બનાવ્યું હતું

અહેવાલ પ્રમાણે, આ ગ્રુપ જયાએ બનાવ્યું હતું. આ ગ્રુપના એડમિન તરીકે દીપિકા પાદુકોણ તથા કરિશ્મા પ્રકાશ હતા. આ ગ્રુપમાં વિજય સુબ્રમણ્યમ, અનીરબન દાસ, પ્રોડ્યૂસર મધુ મન્ટેના, CEO ધ્રુપ ચિતગોપેકર સહિત અન્ય લોકો સામેલ હતા. 2017માં ‘માલ’, ‘હેશ’ સહિતની જે વાતો થઈ હતી તે આ ગ્રુપમાં થઈ હતી. આ ચેટમાં થયેલી વાતચીત પરથી એ વાત બહાર આવી છે કે દીપિકા પાદુકોણ બધાને ભેગા કરવાનું આયોજન કરતી હતી. માનવામાં આવે છે કે ક્વાનના ટોપ બોસની રહેમ નજર હેઠળ ડ્રગ્સ ચેટ ચાલતી હતી.

ગ્રુપ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું

થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો એડમિન હતાં, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતાં. 2017માં બનેલું આ ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.

કરિશ્માએ સ્વીકાર્યું, દીપિકાએ જ તેને આ ગ્રુપમાં સામેલ કરી હતી

NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા મૂકવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા હતા. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.

ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા

સૂત્રોના મતે, આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular