વડોદરાઃ વડોદરા જિલ્લાના ધનતેજ ગામ પાસે ડીઝલ ચોર ગેંગનો પીછો કરતી વખતે પંચમહાલ પોલીસના પીએસઆઇએ સ્વ બચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ડીઝલ ચોર ગેંગના સભ્યો ગાડી છોડીને ભાગી છૂટ્યા હતા. ગેંગના સખ્શોને પકડવા જતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત પણ થયો હતો. પોલીસે ગાડી અન ડીઝલનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઉલ્લેખનિય છે કે, કેટલાક સમયથી પંચમહાલ જિલ્લાના કાલોલ અને હાલોલ ડીઝલ ચોર ગેંગ સક્રિય થઇ હતી. જેને પકડવા માટે પંચમહાલ પોલીસ સાવલી તાલુકાના ધનતેજ ગામ સુધી પહોંચી ગઇ હતી. જ્યાં ડીઝલ ચોર ગેંગે પોલીસ પર હુમલો કરતા પોલીસને 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધકી હતી