ઉત્તર ભારતમાં વાઈટ એલર્ટ: હિમાચલ પ્રદેશમાં 800 માર્ગ બંધ, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0
22

નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી 2020 ગુરૂવાર

સમગ્ર દેશમાં મોસમનો મિજાજ એક વાર ફરી બદલાઈ ચૂક્યો છે. વરસાદની સાથે-સાથે કેટલાક વિસ્તારોમાં શીતલહેર થવા લાગી છે. આ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

ઉત્તર ભારતમાં ઠંડીએ લોકોને પરેશાન કર્યા છે

પહેલા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં તડકો નીકળવાથી લોકોને રાહત મળી હતી પરંતુ બુધવારે અચાનક મોસમ બદલાયુ છે. દેશના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ અને કરા પડ્યા છે.

દિલ્હીમાં વરસાદની સાથે ઠંડી હવા

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બુધવારથી જ વરસાદ રોકાયો છે. આ સાથે જ ઠંડી હવાઓએ પણ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. મોસમ વિભાગે જણાવ્યુ છે કે આવનાર બે-ત્રણ દિવસથી પરિસ્થિતિ આવી જ બની રહેશે.

ગુરૂવારે સવારે દિલ્હીનું તાપમાન ન્યૂનતમ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે. યુપીના કેટલાક જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. આ વિસ્તારમાં વરસાદ અને બરફ વર્ષાને પરિસ્થતિ મોસમ વિભાગ અનુસાર આવનાર 48 કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ, બરફવર્ષાની સંભાવના બની ગઈ છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં જુદા-જુદા સ્થળો પર વિજળીની સાથે કેટલીક જગ્યાઓ પર બરફ વર્ષા થઈ શકે છે. જેથી ફરીથી હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.

બિહારમાં શીતલહેર

બિહારમાં પણ શીતલહેર ચાલુ છે, જેને જોતા પટનાની સ્કુલોને બંધ કરી દેવાઈ છે. બિહારમાં પણ ઝરમર વરસાદનું પણ પૂર્વાનુમાન છે.

હિમાચલમાં 800થી વધારે રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં સિઝનની અત્યાર સુધીની સૌથી વધારે બરફવર્ષાએ જનજીવનને સમગ્ર રીતે પ્રભાવિત કર્યો છે. જોરદાર હિમાપ્રપાતના કારણે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફસાયેલા છે. પોલીસે અત્યાર સુધી 43 લોકોએ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.

બરફવર્ષાના કારણે 2 હજારથી વધારે ટ્રાન્સફૉર્મર બંધ છે. જેનાથી વિજળી સપ્લાય પર સીધી અસર પડી છે.

મનાલીમાં માઈનસ 9 પર પહોંચ્યો પારો

પર્યટન સ્થળ મનાલીમાં અત્યારે ઠંડી પડી રહી છે. બરફવર્ષાના કારણે અહીં પારો માઈનસ 9 ડિગ્રી પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here