ભારતનો દબદબો : વ્હાઈટ હાઉસે ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી મોદીને ફોલો કર્યા, આવું ગૌરવ મેળવનાર વિશ્વમાં તેઓ એકમાત્ર નેતા બન્યા

0
15

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના એકમાત્રે એવા નેતા બન્યા છે,  જેઓને વ્હાઈટ હાઉસએ ટ્વિટર ઉપર ફોલો કર્યા છે. હાલમાં જ વ્હાઈટ હાઉસે વિશ્વના સૌથી શક્તિશાળી અને ચર્ચિત 19 લોકોની યાદી બનાવી છે. તેમા મોદીનું નામ સામેલ છે. વ્હાઈટ હાઉસના 2.15 કરોડ ફોલોઅર્સ છે અને તે 19 લોકોને ફોલો કરે છે. તેમાથી 16 અમેરિકાની વ્યક્તિ છે.

વ્હાઈટ હાઉસ ભારતમાંથી માત્ર પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું હતું.હવે આ યાદીમાં મોદીનું ટ્વિટર એકાઉન્ટ ઉમેરાયું છે. મોદીનું ટ્વિટર હેન્ડલ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પછી બીજા નંબરે છે. ત્યાર પછી ભારતના પીએમઓ અને પ્રેસિડેન્ટનું ઓફિશિયલ એકાઉન્ટ છે.

ટ્રમ્પે મોદનો આભાર માન્યો હતો

ટ્રમ્પના આગ્રહના લીધે પીએમ મોદીએ અમેરિકામાં કોરોના વાઈરસ સામેની લડાઈ માટે અને માનવતાના ધોરણે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસને મંજૂરી આપી હતી. ત્યાર પછી ટ્રમ્પે મોદીના વખાણ કરતા તેમનો આભાર માન્યો હતો. ત્યાર બાદ પીએમ મોદીએ કોરોના સામેની લડાઈ સાથે મળીને લડવાની વાત કરતા કહ્યું હતું કે સંકટના સમયમાં મિત્રો નજીક આવે છે. કોરોના સામેની લડાઈમાં માનવતાના ધોરણે શક્ય તેટલી મદદનું આશ્વાસન તેઓએ આપ્યુ હતું. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ પણ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here