સફેદ ખાદીનો કૂર્તો, જોધપુરી પાઘડી સાથે સ્વતંત્રતા દિવસ પર ખાસ અંદાજમાં જોવા મળ્યા PM મોદી

0
0

સ્વતંત્રતા દિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ ખાસ પરિવેશ ધારણ કર્યો હતો. તેઓએ ખાદીના સફેદ કૂર્તા સાથે ગળામાં ગમછો અને માથે જોધપુરી પાઘડી બાંધી હતી. લાલ કિલ્લા પરથી ભાષણ કરતી સમયે પીએમ મોદી ટ્રેડિશલ પરિવેશમાં જોવા મળ્યા. આવો જાણીએ પીએમના પોષાક વિશે વિગતે.

મોદીનો ખાદીનો કૂર્તો
પીએમ મોદી ખાસ કરીને ખાદીનો કૂર્તો પહેરતા જોવા મળે છે. સ્વતંત્રતા દિવસના અવસરે દેશની જનતાને સંબોધિત કરતાં તેઓએ સફેદ રંગનો ખાદીનો કૂર્તો પહેર્યો હતો. તેઓએ માથા પર જોઘપુરી પાઘડીની સાથે ગળામાં ગમછો પણ રાખ્યો હતો.

મોદી સ્પેશ્યિલ ગમછા 
સામાન્ય રીતે ગમછો એ મોદીનો ફેવરિટ છે. મોટાભાગે તેઓ અસમી ગમછામાં જોવા મળે છે. યોગ દિવસ પર તેઓએ આવો જ ગમછો પહેર્યો હતો. આ અવસરે તેમનો ગમછો જોઈને લાગતું હતું તે તેની પર હાથથી વર્ક કરવામાં આવ્યું હોય. કેસરી અને સફેદ રંગના આ ગમછામાં કાળા ટપકાંની લાઈન પણ હતી, જો કે તે ગમછો મોદીના સફેદ કૂર્તાની શોભા વધારી રહ્યો હતો.

મોદીની જોધપુરી પાઘડી
ભાષણ સમયે મોદીના માથા પર પણ રંગબેરંગી પાઘડી જોવા મળી. આ જોધપુરી પાઘડી કહેવાય છે. તેને રોયલ જોઘપુરી પાઘડી ગણાતી નથી. કારણ કે તેમાં ગુલાબી અને પીળા રંગનું મિક્ષણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here