રામમંદિર ટ્રસ્ટમાં કોણ અને કેટલાં ટ્રસ્ટી હશે, અમિત શાહે કરી જાહેરાત

0
18

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે. આ અંગેનું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. અમિત શાહે આ અંગેની જાણકારી ટ્વિટર માધ્યમથી કરી છે. શાહે ટવિટ કરતાં કહ્યું કે સામાજિક સોહાર્દને મજબૂત કરનાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.

  • અમિત શાહે કર્યું રામ મંદિર ટ્રસ્ટના સભ્યોની સંખ્યાનું એલાન
  • શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે

અમિત શાહે પોતાના ટવિટમાં લખ્યું છે કે ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક ભગવાન શ્રીરામ મંદિર પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ધતા માટે હું તેમને કોટિ-કોટિ અભિંનદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here