Sunday, October 17, 2021
HomeBJPને આપી ચેતવણી : તમે ઈડી-CBIનો ડર કોણે બતાવો છો, હું નાર્મદ...
Array

BJPને આપી ચેતવણી : તમે ઈડી-CBIનો ડર કોણે બતાવો છો, હું નાર્મદ નથી…

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાનો ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું હતું કે હું ફક્ત હાથ ધોઈ રહ્યો છું, જો વધારે હાવી થશો તો હું હાથ ધોઈને પાછળ પડીશ.

ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘ઈડી અને સીબીઆઈનો ડર કોણે બતાવો છે? મહારાષ્ટ્ર સરકાર પર પ્રજાનો આર્શિવાદ છે. ભાજપા પર તંજ કસતા કહ્યું કે, ‘સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. સરકાર આજે પડી જશે, આવતી કાલે તે પડી જશે, આવી વાતો કરનારાઓના દાંત પડી ગયા છે.

વધુમાં કહ્યું હતું કે હું શાંત છું, સંયમી છું, પરંતુ તેનો મતલબ હું નામર્દ નથી અને આ રીતે અમારા લોકોના પરિવારજનો પર પ્રહારો ચાલુ છે. આ રીત મહારાષ્ટ્રની નથી. બિલકુલ નથી. એક સંસ્કૃતિ છે. હિન્દુત્વવાદી કહેવાયા બાદ એક સંસ્કૃતિ છે અને તમે પરિવાર પર આવશો, બાળકો પર આવનાર હશે તો અમારા પર હુમલો કરનાર જે-જે પરિવાર અને બાળકો છે તેમને હું કહેવા માંગીશ કે તમારો પણ પરિવાર અને બાળકો છે. તમે દૂધે ધોયેલા નથ. તમારી ખીચડી કેવી બનાવાની છે એ અમે બનાવીશું.

મહારાષ્ટ્રમાં સીબીઆઈના પ્રતિબંધ પર ઉદ્ધવ એ કહ્યું કે સીબીઆઈનો દુરૂઉપયોગ થવા લાગ્યો ત્યારે આવી નકેલ કસવી જ પડે છે. અમે નામ આપીએ છીએ, અમારી પાસે નામ છે. માલ-મસાલો તૈયાર છે. સંપૂર્પણે તૈયાર છે પરંતુ બદલાની ભાવના રાખવી જ કેમ? પછી જનતા અમારી પાસે શું અપેક્ષા રાખશે. બદલાની ભાવનાથી જ કામ કરવું છે તો તમે એક બદલો લો અમે દસ લઇશું.

ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે મહારાષ્ટ્રે મુઇ માતાનું દૂધ પીધું નથી. વાઘનું સંતાન છે. કોઇપણ મહારાષ્ટ્રની આડે આવશે કે પછી દબાવાની કોશિષ કરશે તો શું થશે, તેના ઇતિહાસમાં ઉદાહરણ છે. તમારી પાસે પ્રતિશોધ ચક્ર છે, અમારી પાસે સુદર્શન ચક્ર છે. અમે પાછળ લગાવી શકીએ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments