Thursday, September 23, 2021
HomeWHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું નામ યુકે લીડ પેન્ડેમિક ટીમના 20 એક્સપર્ટમાં...
Array

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનનું નામ યુકે લીડ પેન્ડેમિક ટીમના 20 એક્સપર્ટમાં સામેલ થયું

સૌમ્યા સ્વામિનાથન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ છે. અત્યારે યુકે લીડ પેન્ડેમિક પ્રિપ્રેર્ડનેસ પાર્ટનરશિપ (PPP)ના 20 એક્સપર્ટમાં સામેલ થવાને લઈને તેમની ચર્ચા થઈ રહી છે. આ 20 એક્સપર્ટની ટીમ નવી બીમારીઓ પ્રત્યે લોકોને ચેતવણી આપશે અને તેમને આ બીમારીઓથી બચાવવામાં મદદગાર થશે.

સૌમ્યા શિશુ રોગ નિષ્ણાત અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ પણ છે જેમને ટીબી અને HIV પર કરવામાં આવેલા રિસર્ચના કારણે પણ ઓળખવામાં આવે છે. માર્ચ 2019થી તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. અગાઉ ઓક્ટોબર 2017થી માર્ચ 2019 સુધી તેઓ WHOમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોગ્રામના પદ પર પણ હતા.

આ મહિનાની શરૂઆતમાં સૌમ્યાએ લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, હજી કોરોનાની ઘણી લહેર આવી શકે છે. તેમણે આ સમસ્યાનું સમાધાન શોધવા માટે સંપૂર્ણ લોકડાઉનને અર્થહીન ગણાવ્યું હતું. તે ઉપરાંત દેશના લોકોને કોરોના મહામારીથી બીજી લહેરથી બચવા અપીલ પણ કરી હતી. સૌમ્યાનો જન્મ ચૈન્નઈમાં થયો હતો. તેઓ એમ.એસ સ્વામીનાથનની દીકરી છે, જેમને ‘ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન’ કહેવામાં આવે છે. તેમની માતાનું નામ મીના સ્વામીનાથન છે જે એક શિક્ષણશાસ્ત્રી તરીકેની તેમની ખાસ ઓળખ ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments