કોણ છે IPS શારદા રાઉત? : CBIની આ મહિલા અધિકારીના હાથમાં છે ચોક્સી મિશનની કમાન

0
10

ભાગેડુ વેપારી અને 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના માસ્ટર માઈન્ડ મેહુલ ચોક્સીને ભારત લાવવા આઠ સભ્યોની એક ટીમ અત્યારે ડોમિનિકામાં છે. માનવામાં આવે છે કે, આ ટીમ પાસે તે તમામ દસ્તાવેજો છે જેનાથી સાબીત થઈ શકે કે, મેહુલ ચોક્સી ભારતીય નાગરિક છે અને તેને ડોમિનિકા કોર્ટની મંજૂરીથી ભારત લાવી શકાય. ડોમિનિકા ગયેલી ટીમમાં ઘણી ભારતીય એજન્સીઓ સામેલ છે. આ ઉપરાંત આ ટીમમાં CBIના બેન્કિંગ ફ્રોડ કેસની તપાસ કરનાર ચીફ શારદા રાઉત પણ આ જ ટીમનો એક મહત્વનો હિસ્સો છે. જો ચોક્સીને ભારત પ્રત્યર્પણની મંજૂરી આપવામાં આવશે તો તેને ભારત લાવવાની જવાબદારી ચીફ શારદા રાઉતની છે.

કોણ છે IPS શારદા રાઉત?
શારદા રાઉતનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થયો છે અને તેઓ 2005 બેચના IPS અધિકારી છે. ડોમિનિકા પહોંચેલી 8 સભ્યોની ટીમમાં સીબીઆઈ, ED અને CRPFના બે-બે સભ્યો સામેલ છે. બેન્કિંગ ફ્રોડ કેસમાં સીબીઆઈ ચીફ શારદા રાઉત આ ટીમનો મહત્વનો હિસ્સો છે. શારદાએ જ પીએનબી કૌભાંડના તપાસની આગેવાની કરી હતી. શારદાની કામ કરવાની એક અલગ જ સ્ટાઈલ છે. તેઓ પાલઘરમાં એસપી હતા ત્યારે તેમણે ક્રાઈમ પર ઘણી હદ સુધીનો કંટ્રોલ કર્યો હતો. નાગપુર, મીરા રોડ, નંદુબાર, કોલ્હાપુર, મુંબઈ જેવી ઘણી જગ્યાએ એમનું પોસ્ટિંગ રહ્યું હતું.

પોલીસ વિભાગમાં શારદા રાઉતની કામ કરવાની એક અલગ જ સ્ટાઈલ માનવામાં આવે છે
પોલીસ વિભાગમાં શારદા રાઉતની કામ કરવાની એક અલગ જ સ્ટાઈલ માનવામાં આવે છે

પોલીસ વિભાગમાં તેમના કામ કરવાના પ્રોફેશન અપ્રોચના ઘણાં વખાણ કરવામાં આવતા હોય છે. જો ડોમિનિકા ગયેલી ટીમ ચોક્સીને ભારત લાવવામાં સફળ રહેશે તો શારદાના પોલીસ કરિયરમાં તેઓ વધુ એક પ્રસિદ્ધી મેળવશે.

પ્રાઈવેટ જેટથી ચોક્સીને ભારત લાવી શકાય છે
ભાગેડુ મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર નકલી દસ્તાવેજોના આધાર પર પીએનબી કૌભાંડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 8 સભ્યોની એક ટીમ ડોમિનિટા પહોંચી છે. ડોમિનકાની કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં ચોક્સીને ભારતને સોંપી દેવો જોઈએ તેવા મજબૂત પુરાવા આ ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટની સુનાવણીમાં જો હવે બધુ ભારતીય ટીમની યોજના પ્રમાણે થશે તો જે પ્રાઈવેટ જેટથી સીબીઆઈ ટીમ કતરથી ડોમિનિકા પહોંચી છે તે જ જેટમાં ચોક્સીને દિલ્હી લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિશન ચોક્સી સફળ થશે તો દિલ્હી એરપોર્ટ પર તેની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવશે

ડોમિનિકાની જેલમાં મેહુલ ચોક્સી

ડોમિનિકાની જેલમાં બંધ છે મેહુલ ચોક્સી
મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની એક જેલમાં બંધ છે. એન્ટિગુઆથી ભાગવાના આરોપમાં તેની ડોમિનિકામાં ધરપકડ કરવામાં આવી છે. મેહુલ ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે અને ત્યાં તેણે ઘણાં પ્રકારના સ્થાનિક અધિકારો મેળવ્યા છે. ચોક્સીને ભારત લાવવા માટે ઘણી સ્થાનિક એજન્સીઓની ટીમ 28 મેના રોજ નાનકડાં આઈલેન્ડ ડોમિનિકા પહોંચી ગઈ છે. આ ટીમ ચોક્સીને ભારત લાવવાની દલીલોમાં ડોમિનિકાના સરકારી વકીલોને સહાયતા કરશે અને ચોક્સીને ભારત લાવવા માટે મજબૂતીથી તેમનો પક્ષ રજૂ કરશો. જોકે ચોક્સીને ભારત લાવવાના મુદ્દાએ ડોમિનિકામાં પણ રાજકીય રંગ પકડી લીધો છે. અને ત્યાંની વિપક્ષ સરકારના આ વર્તનનો ખૂહ વિરોધ કરી રહી છે.

શું છે ઘટના
એન્ટિગુઆથી 23 મેના રોજ રહસ્યમય તરીકે ગાયબ થયેલા મેહુલ ચોક્સીની ડોમિનિકા પોલીસે ગેરકાયદેસર રીતે તેમના દેશમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મેહુલે આરોપ લગાવ્યો છે કે, ભારતીય અને એન્ટિગુઆના અધિકારીઓ દ્વારા તેનું એન્ટીગુઆથી અપહરણ કરવામાં આવ્યું છે. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ડોમિનિકા લાવવામાં આવ્યો છે. ત્યાં કાવતરુ ઘડીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here