ગર્ભવતી મહિલાઓને કોરોનાવાઈરસથી બચાવવા માટે WHOએ ગાઈડલાઈન જારી કરી

0
18

હેલ્થ ડેસ્ક. દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે.

WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે

આ ચાર બાબતોનું ધ્યાન રાખવું

સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ધોવા.
અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખો
ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ, ટિશ્યૂ અથવા રૂમાલ રાખવો

WHOએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે, તાવ, ઉધરસ, શરદી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત મેડિકલ તપાસ કરાવવી. કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમારી જાતને 2 અઠવાડિયા માટે આઇસોલેટમા રાખો. તેનાથી તમે, તમારું બાળક અને તમારી આસપાસના લોકો સુરક્ષિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here