કોરોના વિદેશમાં કુલ 4.68 કરોડ કેસ : WHO પ્રમુખે પોતાને સેલ્ફ ક્વોરન્ટિન કર્યા, પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

0
8

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયેસસે(55)પોતાને સેલ્ફ ક્વોરન્ટિન કરી દીધા છે. તે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગેબ્રયેસસે જણાવ્યું કે, મને સારું છે, મારામાં કોરોનાના કોઈ લક્ષણ પણ નથી, પણ મેં પોતાને થોડાક દિવસ માટે ક્વોરન્ટિન કરી લીધો છે.

અત્યાર સુધી દુનિયામાં કોરોનાના 4 કરોડ 68 લાખ 252 કેસ નોંધાયા છે.12 લાખ 5 હજાર 194 લોકોના મોત થયા છે. 3 કરોડ 37 લાખ 53 હજાર 770 લોકો સાજા પણ થઈ ચુક્યાં છે.

આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધું

દેશ સંક્રમિક મોત સાજા થયા
અમેરિકા 94,73,911 2,36,471 61,03,605
ભારત 82,29,322 1,22,622 75,42,905
બ્રાઝિલ 55,45,705 1,60,104 49,80,942
રશિયા 16,36,781 28,235 12,25,673
ફ્રાન્સ 14,13,915 37,019 1,18,227
સ્પેન 12,64,517 35,878 ઉપલબ્ધ નહીં
અર્જેન્ટીના 11,73,533 31,140 9,85,316
કોલમ્બિયા 10,83,321 31,515 9,77,804
બ્રિટન 10,34,914 46,717 ઉપલબ્ધ નહીં
મેક્સિકો 9,29,392 91,895 6,82,044

 

બ્રિટનઃ પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં પોઝિટીવ મળી આવ્યા હતા

BBCના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં કોરોના પોઝિટીવ નોંધાયા હતા. આ ત્યારે થયું હતું, જ્યારે તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ સંક્રમિત નોંધાયા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં હોબાળો ન થાય એટલા માટે વિલિયમે ચુપચાપ સારવાર કરાવી લીધી. જો કે, આની પર પ્રિન્સ વિલિયમની ઓફિસ અને ઘર કેન્સિન્ગટન પેલેસે કોઈ પણ કોમેન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ‘સન’ના જણાવ્યા પ્રમામે, વિલિયમે કોઈને પણ પોતાના પોઝિટીવ હોવાની માહિતી નહોતી આપી, કારણ કે તે કોઈને મુશ્કેલીમાં જોવા નહોતા માગતા. એપ્રિલમાં વિલિયમે 14 ફોન અને વીડિયો કોલ કર્યા હતા.

ચીનઃ24 નવા કેસ

ચીનમાં રવિવારે 24 નવા કેસ નોંધાયા હતા, જેમાં 21 વિદેશથી આવેલા લોકો હતા. આ તમામ લોકો શનિયજિંયાગમાં મળ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, કાશગર સહિત બે અન્ય શહેરમાં બીજા રાઉન્ડનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. એક 17 વર્ષના ફેક્ટરી વર્કરના પોઝિટીવ મળ્યા પછી 47.5 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં મોટાભાગના એસિમ્પ્ટોમેટિક(જેમાં કોરોનાના લક્ષણ નહોતા)મળ્યાં.

સિંગાપુર-હોન્ગકોન્ગઃઝડપથી શરૂ કરાશે હવાઈ યાત્રા

હોન્ગકોન્ગ અને સિંગાપુરમાં ઝડપથી હવાઈ યાત્રા શરૂ થઈ શકે છે. હોન્ગકોન્ગના મંત્રી એડવર્ડ યાઉએ જણાવ્યું કે, નવેમ્બરના મધ્યમાં ફ્લાઈટ શરૂ કરવામાં આવી શકે છે. ટ્રાવેલ એજન્સીઓ ટિકિટનું વેચાણ શરૂ કરી શકે છે. સાથે જ સિંગાપુરના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓંગ યે કુંગના જણાવ્યા પ્રમાણે, અમે મલેશિયાથી ટ્રાવેલ બબલ શરૂ કરીશું. ત્યાં ઘણા કેસ નોંધાયા છે, પણ તેમણે સારું કંટ્રોલ કર્યું છે. સિંગાપુરમાં ગત મહિનાથી જ એક દિવસમાં 20થી ઓછા લોકો સંક્રમિત નોંધાઈ રહ્યાં છે.

મેક્સિકોઃ 4430 નવા કેસ

મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 4430 નવા કેસ અને 142થી વધુ મોતની પુષ્ટી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here