કોણ કહે છે માનવતા મરી પરવારી છે…. કોરોનાના કહેર વચ્ચે પણ જોવા મળી રહ્યી છે પ્રમાણિકતા.

0
17

શ્રી તૃપ્તિબેન સંજયભાઈ ચૌહાણ ઉ.વ.29 રહે.9, સુખશાંતિનગર સી.ટી.એમ. અમદાવાદના ઓ તા.૧/૭/૨૦૨૦ ના રોજ પોતાના પતિ સાથે બાઈક ઉપર હાલીસા થી અમદાવાદ જતા હતા. તે દરમ્યાન બાઈકના હુકમાં ભરાવેલ થેલી દહેગામ તુલસી હોટલ પાસે રોડ ઉપર ક્યાંક પડી ગયેલ જે થેલીમાં તેમનું આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, તેમજ સોનાનો બે તોલાનો દોરો તથા રોકડ રૂપિયા હતા.

જે થેલી અસ્વમેઘ કોમ્પલેક્ષમાં ચા ની કીટલી ચલાવતા મેલાજી રામાજી ઠાકોર રહે.પીપલજ તા.દહેગામ નાઓને મળેલ હતી. મેલાજી એ પોલીસ સ્ટેશનમાં આવી સદર તૃપ્તિબેન ને સોનાની ચેન તથા તેમના બીજા સામાન સાથે થેલી જે તે હાલતમાં પરત સોંપેલ છે. જેથી સદરી મેલાજી એ પોતાની પ્રમાણિકતા દાખવતા દહેગામ પોલીસ સ્ટેશન ના પી.આઈ. શ્રી કે.આર. ડીમરી સાહેબ તથા સ્ટાફ વતી તેમનું સન્માન કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર