Thursday, August 5, 2021
No menu items!
Homeસાડીનો છેડો ડાબા ખભે રાખવાનું સૂચન મહિલાને કોણે કર્યું હતું? મોદી બોલ્યા-...
Array

સાડીનો છેડો ડાબા ખભે રાખવાનું સૂચન મહિલાને કોણે કર્યું હતું? મોદી બોલ્યા- ટાગોરનાં ભાભીને અમદાવાદમાં મળ્યો આઈડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભને વિડિયો-કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમને ભારતીય જીવનશૈલી સાથે જોડાયેલા એક રોચક કિસ્સો તથા ટાગોરના આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા 1921માં વિશ્વભારતી યુનિવર્સિટીના સ્થાપના કરવામાં આવી હતી. આ દેશની સૌથી જૂની યુનિવર્સિટી છે. 1951માં વિશ્વભારતીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો અપાયો હતો. આ ઉપરાંત તેને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનની યાદીમાં પણ મૂકવામાં આવી હતી. વડાપ્રધાન આ યુનિવર્સિટીના કુલાધિપતિ હોય છે.

વુમન એમ્પાવરમેન્ટવાળાએ આ અંગે રિસર્ચ કરવું જોઈએ

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ આઈસીએસ થયા પછી પહેલીવાર અમદાવાદ-ગુજરાતમાં નિમણૂંક પામ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર તેમને મળવા માટે અમદાવાદ પણ આવતા હતા. ગુરુદેવે અહીં પોતાની બે કવિતા પણ લખી હતી. એટલું જ નહીં ગુજરાતની પુત્રી પણ ગુરુદેવના ઘરમાં વહુ તરીકે આવી હતી. સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની પણ તે સમયે અમદાવાદમાં હતાં. ત્યાં તેમની પત્ની જ્ઞાનનંદિનીએ જોયું કે મહિલાઓ જમણા ખભે સાડીનો છેડો રાખે છે, ત્યારે આવું ચલણ હતું. ત્યારે કામ કરવામાં તકલીફ પડે છે આથી તેમણે કદાચ પહેલીવાર ડાબા ખભે સાડીનો છેડો મૂકવાનું સૂચન મહિલાને કર્યું હતું અને ત્યારથી આ ચલણ શરૂ થયું છે.

મને બરાબર યાદ નથી. પરંતુ આ સંશોધનનો વિષય હોઈ શકે છે કે ડાબા ખભે સાડી પહેરવાનું ચલણ ક્યારે અને કેવી રીતે અમલમાં આવ્યું. મહિલા સશક્તીકરણ પર કામ કરી રહેલા લોકો અને સંગઠનોએ આ પ્રકારના વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. આત્મનિર્ભર ભારત અભિયાનને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના દૃષ્ટિકોણનો સાર છે. વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનની ધારા ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ સામેલ હતી. આ ધારા અંતરમુખ નહોતી. તેઓ ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ રાખવા વાળી નહોતી. તેમનો દૃષ્ટિકોણ હતો કે જે ભારતમાં સર્વશ્રેષ્ઠ છે તેનાથી વિશ્વને લાભ મળવો જોઈએ. દુનિયામાં જે સારું છે, ભારતમાં તેમાંથી પણ શીખે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments