Thursday, August 5, 2021
No menu items!
Homeસુશાંતની ડાયરીનાં પાનાં કોણે ફાડી નાખ્યાં ?
Array

સુશાંતની ડાયરીનાં પાનાં કોણે ફાડી નાખ્યાં ?

-સિદ્ધાર્થ પીઠાની કહે છે કે ખુદ સુશાંતે ફાડ્યાં હતાં

-સીબીઆઇ ડાયરી તપાસી રહી હતી

નવી દિલ્હી તા.7 ઑગષ્ટ 2020 શુક્રવાર

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂત નિયમિત પોતાની ડાયરી લખતો હતો. એના અકાળ અવસાન પછી એની ડાયરીનાં કેટલાંક પાનાં ખૂટતાં હતાં. સીબીઆઇ તપાસ કરી રહી હતી કે એ પાનાં કોણે શા માટે ફાડી નાખ્યાં ? સુશાંતનો દોસ્ત અને એનો રૂમ મેટ સિદ્ધાર્થ પીઠાનીએ એવો દાવો કર્યો હતો કે ખુદ સુશાંત અવારનવાર પોતે લખેલી ડાયરીનાં પાનાં ફાડી નાખતો હતો. સિદ્ધાર્થ અગાઉ જુદી વાત કરતો હતો. એણે પોતાના વિધાનોમાં કરેલા ફેરફારના કારણે શંકા જાગતી હતી કે એ સત્ય છૂપાવી રહ્યો હતો.

મિડિયાને મળેલી સુશાંતની ડાયરીનાં કેટલાંક પાનાં ગૂમ થયેલાં હતાં. સુશાંતના પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુ કહે છે કે મારી નજર સામે પોલીસે આવી ચાર પાંચ ડાયરી કબજે કરી હતી.

પોલીસે ડાયરી કબજે કરી ત્યારે પાનાં ફાટેલાં નહોતાં. મને એમ લાગ્યું હતું કે પોલીસ ડાયરી દ્વારા તપાસમાં આગળ વધવા માગે છે એટલે મેં ડાયરી લઇ જવા દીધી હતી. એ વખતે મને ખ્યાલ નહોતો કે મુંબઇ પોલીસ ડાયરીનાં કેટલાંક સંવેદનશીલ પાનાં ફાડી નાખશે. મિડિયાના રિપોર્ટ મુજબ ડાયરીનાં છ પાનાં ગૂમ થયેલાં હતાં.

આ કેસમાં દિવસે દિવસે નવાં નવાં રહસ્યો બહાર આવી રહ્યાં જણાતાં હતાં. એક અહેવાલ એવો પ્રગટ થયો હતો કે સુશાંત ડિપ્રેશન અનુભવતો હતો અને એન્ટિ ડિપ્રેશન ઔષધો લેતો હતો. એની પહેલી ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ વાત નકારી કાઢી હતી. અંકિતાએ ભારપૂર્વક કહ્યું હતું કે સુશાંતનું મનોબળ જોરદાર હતું. એ હસમુખો અને મિલનસાર હતો. એ ડિપ્રેશનમાં નહોતો કે એવી કેાઇ દવા પણ લેતો નહોતો. એ રોજ નિયમિત ડાયરી લખતો હતો. એના અકાળ મૃત્યુની તપાસ કરી રહેલા સીબીઆઇના અધિકારીઓ માનતા હતા કે ડાયરીનાં ગૂમ થયેલાં પાનાં હાથમાં આવે તો ચોંકાવનારી માહિતી કદાચ મળી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments