કૌન બનેગા કરોડપતિ 12 : શોમાં રેણુકા શહાણે પહોંચ્યા, કહ્યું- ‘ખરાબ લાગે છે કે શિક્ષિત હોવા છતાં મારા મનમાં ક્યારેય સમાજ માટે કઈ કરવાનો વિચાર ન આવ્યો’

0
0

હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 12’ના કરમવીર સ્પેશિયલ એપિસોડમાં છત્તીસગઢના ફૂલબસન યાદવ અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર પહોંચ્યા હતા. ફૂલબસન તેમની સંસ્થા બમ્લેશ્વરી જનહિત કરે સમિતિ મારફતે છત્તીસગઢની આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓના વિકાસ માટે પ્રયાસ કરી રહ્યા છે. હોટ સીટ પર તેમની સાથે બોલિવૂડ એક્ટ્રેસ રેણુકા શહાણે હતા.

શો દરમ્યાન અમિતાભ બચ્ચને ફૂલબસન યાદવ પાસેથી જાણવા ઇચ્છયું કે તે આર્થિક લેણદેણમાં હિસાબની બધી ઝીણવટભરી માહિતી કઈ રીતે સમજી શકે છે અને આટલી મોટી સંસ્થા કઈ રીતે ચલાવે છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે તમે એકલા રહો છો તો આ વસ્તુ ક્યારેય મગજમાં નથી આવતી. ઉદાહરણ તરીકે તમે કોઈ કુતરા કે બિલાડીને પથ્થર મારશો તો તે ભાગી જશે. પરંતુ ક્યારેય મધુમાખીના ઝુંડ પર પથ્થર મારીને જુઓ. મધુમાખી તમારા પર હુમલો બોલાવી દેશે. આ સંગઠનની શક્તિ છે.’

આ શો બાદ કદાચ સમાજ માટે કંઈક કરું: રેણુકા

ફૂલબસનના વિચારથી પ્રભાવિત થઈને અમિતાભ બચ્ચન અને રેણુકા શહાણે બંનેએ તેમની હિંમતના વખાણ કર્યા. રેણુકા શહાણેએ કહ્યું, ‘ફૂલબસનની સ્ટોરી સાંભળીને મને થયું કે હું શિક્ષિત જરૂર છું, પણ મને ખરાબ લાગે છે કારણકે શિક્ષિત હોવા છતાં મારા મનમાં ક્યારેય સમાજ માટે આવી વસ્તુ કરવાનો વિચાર ન આવ્યો, જે રીતે તેમને આટલી હિંમત સાથે આ કર્યું છે. કદાચ આ શો પછી હું કંઈક એવું કરવા ઈચ્છીશ. તેમણે આગળ કહ્યું, ‘આજે બે લાખ મહિલાઓ તમારા સાથે જોડાયેલી છે અને હવે બે લાખ એક… મને પણ આમાં સામેલ કરી લો.’

જણાવી દઈએ કે પદ્મશ્રી વિજેતા 50 વર્ષીય ફૂલબસન યાદવ તેમની સંસ્થા મારફતે માત્ર રોજગારના અવસર ઊભા કરીને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી રહ્યા છે એટલું જ નથી પરંતુ સ્વચ્છતા, સ્વાસ્થ્યની જરૂરીયાતનું પણ ધ્યાન રાખી રહ્યા છે. સાથે જ તે બાળવિવાહ વિરુદ્ધ જાગૃતતા ફેલાવી રહ્યા છે. આ સિવાય તેમણે ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા માટે એક મહિલા ફૌજ પણ તૈયાર કરી છે, જેથી તેઓ ઘરેલુ હિંસા પર લગામ લગાવી શકે.

https://www.instagram.com/tv/CGkTRWJnRUV/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here