મૃતદેહનું પોસ્ટમોર્ટમ માત્ર દિવસે જ કેમ થાય છે, જાણો શું છે કારણ

0
83

આજે મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કરવુ ઘણીખરી બાબતે જરૂરી બન્યુ છે. પોસ્ટમોર્ટમ કરવા પાછળનું એક ખાસ કારણ હોય છે, જે મારફતે જાણી શકાય છે કે જે તે વ્યક્તિની મોત કેવી રીતે થઇ છે. જો કે પોસ્ટમોર્ટમ માટે મૃતકનાં સગા-સંબંધીઓની સહમતી લેવામાં આવતી હોય છે. આ એક પ્રકારનું ઓપરેશન જ છે, જેમા શવનું પરિક્ષણ કરવામા આવે છે. ત્યારે શું તમે જાણો છે કે પોસ્ટમોર્ટમ માત્ર દિવસે જ કેમ કરવામાં આવે છે.

મૃતદેહનું પોસ્ટમોર્ટમ દિવસે કેમ થાય છે

એક રિપોર્ટ મુજબ, વ્યક્તિનાં મૃત્યુ પછી છથી દસ કલાકની અંદર પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, કારણ કે શવમાં કુદરતી ફેરફારો લાંબા સમય પછી થાય છે.

મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ થાય છે. આની પાછળનું કારણ એ છે કે રાત્રીનાં સમયે ટ્યુબલાઇટ અથવા એલઇડીની કૃત્રિમ લાઈટમાં ઈજાનો રંગ લાલની જગ્યાએ જાંબલી દેખાય છે અને ફોરેન્સિક સાઈન્સમાં જાંબલી રંગની ઈજા વિશે કોઈ ઉલ્લેખ નથી.

રાત્રે પોસ્ટમોર્ટમ ન કરવા પાછળ ધાર્મિક કારણ પણ છે. ઘણા ધર્મોમાં રાત્રે કોઈ અંતિમ સંસ્કાર કરવામાં આવતા ન હોવાથી, ઘણા લોકોએ રાત્રે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here