Thursday, August 5, 2021
No menu items!
Homeસંભોગ માટે તૈયાર થતાં પહેલા શા માટે ડરતી હોય છે સ્ત્રીઓ, ક્લિક...
Array

સંભોગ માટે તૈયાર થતાં પહેલા શા માટે ડરતી હોય છે સ્ત્રીઓ, ક્લિક કરી જાણો જવાબ

હકારાત્મક વિચારો અથવા ‘પોઝિટિવ થિંકિંગ’થી જીવનમાં ઊર્જા મળે છે. સાથે જ જિંદગીનાં દુઃખો અને પ્રતિકૂળ બનાવોની તાણમાંથી પણ છૂટકારો મળે છે, પરંતુ પોઝિટિવ થિંકિંગ શું સેક્સ ક્રિયાઓ પર પણ પોતાની અસર દેખાડે છે? આવો, જાણીએ કેટલાક નિષ્ણાતોને અભિપ્રાય, જેઓ આ વિષય પર સંશોધન કરી ચૂક્યા છે. સાથે જ આપણે થોડા એવા લોકોનો અભિપ્રાય પણ જાણીશું જેમના જીવનની સેક્સ લાઈફને પોઝિટિવ થિંકિંગે બદલી નાખી છે. પ્રોફેસર ડૉક્ટરનું કહેવું છે, ‘માનવીનું જીવન સારી અને ખરાબ ઘટનાઓનો સંગમ હોય છે. બુદ્ધિશાળી એમાંથી ખરાબ બનાવોને ભૂલીને આવનારા દિવસો વિશે વિચારે છે.

પરંતુ એવી માનસિકતા આપણે ક્યાં ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણે બસ, આપણા દુઃખના વિષયમાં જ વિચારીએ છીએ. તેનાથી દૂર રહેવા માટે બુદ્ધિશાળીઓએ ‘હકારાત્મક વિચારો’નો કંસેપ્ટ આપ્યો.’ મનોવિજ્ઞાનના પ્રોફેસર ડૉક્ટરએ આગળ કહ્યું, ‘જો આપણે હકારાત્મક વિચારોની ટેવ રાખીએ તો ‘સંભોગ’ કરતી વખતે આપણું મનમગજ તાણ વગરનું રહેશે અને સેક્સ પ્રક્રિયાની આપણે પૂરેપૂરી મજા લઈ શરીશું.’

ઓકાસા યુનિવર્સિટી(જાપાન)ના સેક્સોલોજિસ્ટ પ્રો.વાઈ.ઓ.આરીમોતોના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘એ હેન્ડબુક ઓફ સેક્સોલોજી’માં લેખકે પોઝિટિવ થિંકિંગને સેક્સ પ્રક્રિયા માટે બહુ જરૃરી જ નહીં, અનિવાર્ય પણ કહ્યું છે. આ પુસ્તકમાં લેખક આકીમોતોએ એટલે સુધી લખ્યું કે, પોઝિટિવ થિંકિંગ એક ઊર્જા છે, જે આખા શરીરને શક્તિ આપે છે અને શરીર જ્યારે ઊર્જાથી ભરપૂર થઈ જાય છે ત્યારે સેક્સમાં મજા આવવી સ્વભાવિક છે.

ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સ્નેહા કહે છે, પોઝિટિવ થિંકિંગ અને સેક્સ પ્રક્રિયાની વચ્ચે મજબૂત સંબંધ છે. સેક્સ પ્રક્રિયા માટે જ્યારે આપણે પોતાને તૈયાર કરીએ છીએ ત્યારે મગજ આખા શરીરને આદેશ આપે છે અને શરીરનું દરેક અંગ પોતાને સંભોગ કરવા માટે તૈયાર કરવાનું શરૃ કરી દે છે. એવી સ્થિતિમાં જો મન પોઝિટિવ થિંકિંગમાંથી પસાર થતું હોય તો એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનો સ્ત્રાવ થવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને હોર્મોન્સ કોઈ પણ ખાદ્ય પદાર્થ કે પેય પદાર્થથી ઉત્પન્ન નથી થતાં, માત્ર હકારાત્મક વિચારોથી જ ઉત્પન્ન થાય છે. ડૉક્ટર સ્નેહા આગળ વધુ વિસ્તારથી કહે છે, સ્ત્રી જ્યારે હકારાત્મક વિચારે છે અને સેક્સ પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે ત્યારે તેના શરીરમાં એસ્ટ્રોજન નામનો હોર્મોન ઉત્પન્ન થવા લાગે છે.

એસ્ટ્રોજન તેની સ્ત્રી માનસિકતાને તીક્ષ્‍ણ બનાવી દે છે અને સંભોગની ઈચ્છાને તીવ્ર કરી દે છે. આવી રીતે જ્યારે પુરુષ પોતાને સેક્સ પ્રક્રિયા માટે તૈયાર કરતો હોય છે ત્યારે તેના શરીરમાંથી પણ એક હોર્મોન ઉત્પન્ન થવા લાગે છે જેને ‘ટેસ્ટોસ્ટેરોન’ કહે છે. ‘ટેસ્ટોસ્ટેરોન’ પુરુષની સંભોગ પ્રક્રિયાને ઉત્તેજના આપે છે અને એ ઉત્તેજના ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોનનો સ્ત્રાવમાં વધારો કરે છે. આ હોર્મોન જ અંતે સંભોગ પ્રક્રિયામાં સુખ પ્રદાન કરે છે.

૪૨ વર્ષના વિરાટ દેશમુખ એક એડ કંપનીમાં ઉચ્ચ હોદા પર છે, તેઓ પોતાની ૩૨ વર્ષની પત્ની વિશે કહે છે, તે હંમેશાં સેક્સ ક્રિયા સમયે સ્ટિફ બની જાય છે. એવું લાગે છે જાણે નિર્જીવ થઈ ગઈ છે. લગ્ન પછી ૩-૪ વર્ષ સુધી તો મને વૈદેહીને સમજવામાં જ લાગ્યાં. છેવટે મને તેની નબળાઈની ખબર પડી. હું સાઈકેટ્રિસ્ટની પાસે પહોંચ્યો. મનોચિકિત્સક સાથે વાત કરીને પત્નીએ કહ્યું કે તે સંભોગના નામથી જ ગભરાઈ જતી હતી કે તે ચરમસુખનો અનુભવ કરી શકશે કે નહીં. આ ડર તેને આખી ક્રિયા દરમિયાન થતો રહેતો હતો. સંદેહ અને શંકાને કારણે જ તેના શરીરમાંથી એસ્ટ્રોજન નામના પ્રવાહીનો સ્ત્રાવ નહોતો થઈ શકતો અને સંભોગની પ્રક્રિયામાં સુખ નહોતું મળતું. મનોચિકિત્સકના સમજાવવાથી મારી પત્નીને વાત સમજમાં આવી અને તેણે બધી શંકાઓને મનમાંથી કાઢી નાખી. તાણ વગરની થઈને બેડ પર આવવા લાગી.

તાણ વગરનું મગજ હકારાત્મક વિચારોને ઉત્પન્ન કરવા લાગ્યું અને હકારાત્મક વિચારો, ‘એસ્ટ્રોજન’ ઉત્પન્ન કરવા લાગ્યા. પછી પત્નીને ચરમસુખ મળવા લાગ્યું. આજે પોતાના જીવનની સુખી પળો વિતાવી રહી છે તથા આ નવા અનુભવની સાથે જીવી રહી છે. સાઈકેટ્રિસ્ટ, ડોક્ટરએ પોતાને અનુભવ પણ અમારી સાથે શેર કર્યો, આપણો સમાજ આજે પણ પુરુષપ્રધાન છે. સ્ત્રીઓને ઘરનું કામ કરવાનું અને બાળકોને જન્મ આપવાના મશીનથી વધારે કંઈ જ નથી સમજવામાં આવતી. મારી પાસે આવતા મોટાભાગના દર્દીઓની એક જ ફરિયાદ હોય છે કે સેક્સથી મન કંટાળી ગયું છે.

પરંતુ આ કંટાળો ખરેખર તો સેક્સ ક્રિયાના ખોટા ઉપયોગનું પરિણામ છે. જ્યાં સેક્સ પાર્ટનરોની વચ્ચેની ક્રિયા હોય છે ત્યાં પુરુષપ્રધાન સમાજનો પુરુષ પોતાની મનમાની કર્યા કરે છે. જ્યારે તેને ઈચ્છા થાય છે ત્યારે તે પોતાની શારીરિક ભૂખ સંતોષી લે છે અને સ્ત્રીની ઈચ્છાઅનિચ્છાની ચિંતા પણ નથી કરતો. સ્ત્રી વારંવાર પોતાના પાર્ટનર અર્થાત્ પતિની ઈચ્છા આગળ નમતું મૂકી કંટાળી જાય છે. આ કંટાળો ધીરે ધીરે નફરતનું રૃપ ધારણ કરી લે છે. મેં ઘણા કપલ્સને અલગ અલગ બોલાવી તેમને સેક્સ ક્રિયાનો સાચો અર્થ સમજાવ્યો. પુરુષ અને સ્ત્રી બંનેને પહેલા હકારાત્મક વિચારની જરૃરિયાત સમજાવી અને તે પછી સેક્સ ક્રિયામાં ઊતરવાની સલાહ આપી. જે લોકોએ મારી સલાહ માની તેમની સેક્સ પ્રત્યેની જે અનિચ્છા હતી, તે રુચિમાં બદલાઈ ગઈ. માત્ર હકારાત્મક વિચારોથી જ ઘણો ફાયદો થયો.

ડોક્ટરની સલાહથી ઘણા કપલ્સે પોતાની સેક્સ લાઈફને વ્યવસ્થિત કરી છે અર્થાત્ હકારાત્મક વિચારો ક્યાંક ને ક્યાંક સેક્સ ક્રિયાને મદદરૃપ થાય છે. ભલે પછી ડાયરેક્ટલી અથવા પછી ઈનડાયરેક્ટલી અથવા પછી ઈનડાયરેક્ટલી. હકારાત્મક વિચાર સેક્સ સુખનું બીજું નામ જ છે. આજની દોડાદોડ વાળી જિંદગીમાં જ્યાં દરેક શહેરમાં તાણથી છુટકારો મેળવવા મોટે લોકો દવાદારૃ અને જાતજાતના ‘યોગ’ અને ધર્મગુરુઓના પંથ સ્વીકારે છે, ત્યાં હકારાત્મક વિચારો એક કલ્પવૃક્ષ બનીને આપણી સામે ઊભા છે. આ હકારાત્મક વિચારો માનવીના જીવનમાં જ નહીં ‘સેક્સ ક્રિયા’માં પણ એટલાં જફાયદાકારક થતાં હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments