બંગાળની ડ્રામા ક્વિન સ્વસ્તિકા મુખર્જીએ શા માટે કપાવી નાખ્યા વાળ, જાણો શું છે તે પાછળનું કારણ

0
0

બંગાળની એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીને છેલ્લે ફેન્સે સુશાતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારામાં હિરોઇનની માતા તથા પાતાલ લોક વેબ સિરીઝમાં પત્રકારની ડોગ લવર પત્ની તરીકે જોઈ હતી. સ્વસ્તિકા મુખરજી બંગાળી ફિલ્મ અને સિરિયલોની એક ચર્ચિત અને બોલ્ડ નામ છે. તે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એવી જ બોલ્ડ છે. તે સતત એવું કાંઈક કરતી રહે છે કે જેને કારણે તેની પર ફેન્સની નજર ટકેલી રહે છે.

થોડા દિવસ અગાઉ સ્વસ્તિકાએ તેના વાળ કપાવી નાખ્યા હતા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મને કેન્સર પણ નથી અને હું ડિપ્રેશનમાં પણ નથી. મારા વાળ છે અને મેં કપાવી નાખ્યા. સ્વસ્તિકાએ તેના એક તરફના તમામ વાળ કપાવી નાખ્યા છે અને બીજી તરફ રેઝર કટ વાળ રાખ્યા છે.

સંપૂર્ણપણે ડ્રામા ક્વિન

સ્વસ્તિકા ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર સતત મેસેજ મોકલતી રહે છે. તેને નજીકથી ઓળખનારા કહે છે કે તે સંપૂર્ણપણે ડ્રામા ક્વિન છે. હાલમાં તે બોલિવૂડમાં કામ કરી રહી છે. તેને લાગે છે કે બાંગ્લા ફિલ્મોમાં મહિલા પ્રધાન રોલ ઓછા થઈ રહ્યા છે. હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝની પહોંચ વધારે છે. આમ 40 વર્ષની સ્વસ્તિકા હવે હિન્દી ફિલ્મો માટે તેનું પીઆર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here