બહુચર્ચિત કાર્યવાહી : કેમ CBI પી. ચિદમ્બરમની ધરપકડ કરવા માંગે છે? જાણો શું છે હાઇપ્રોફાઇલ INX મીડિયા કેસ?

0
0

પી. ચિદમ્બર જ્યારે 2007મા ભારતના નાણાંમંત્રી હતા ત્યાર પીટર-ઇન્દ્રામી મુખર્જીની કંપનીને મંજૂરી અપાઈ હતી. જેનું નામ INX મીડિયા હતું. પી. ચિદમ્બરની મંજૂરી બાદ INX મીડિયામાં 350 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું. આ વિદેશ રોકાણમાં પી. ચિદમ્બરમે આડકતરી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જે મુદ્દે CBIએ 10 વર્ષ બાદ તેમના વિરુદ્ધ કેસ નોંધાવ્યો અને કાર્યવાહી શરૂ કરી.

જો કે આ કંપની પાસે માત્ર 5 કરોડના વિદેશી રોકાણની મંજૂરી હતી. આમ છતાંમંજૂરીની વિરુધ્ધ INX મીડિયા કંપનીમાં 300 કરોડનું વધારાનું વિદેશી રોકાણ આવ્યું હતું. જો કે એજન્સીઓએ દાવો કર્યો છે કે આ વિદેશી રોકાણ માટે ચિદમ્બરમના દિકરા કાર્તિ ચિદમ્બરમે લાંચ લીધી હતી. જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે કાર્તિની કંપનીમાં ઇંદ્રાણી-પીટર મુખર્જીએ ફંડ ટ્રાન્સફર કર્યું છે. કાર્તિ ચિદમ્બરમે પોતાના પિતાની ઓળખથી મુખર્જીની કંપનીને વિદેશમાંથી પૈસા મળવાની પરવાનગી અપાવ્યો હોવાનો એજન્સીએ દાવો કર્યો છે.

15મી મે 2017ના દિવસે સીબીઆઇએ INX મીડિયાનો કેસ પી. ચિદમ્બર સામે દાખલ કર્યો હતો. જ્યારે હાલમાં આ કેસમાં આગળ ED એ 2018નો મની લોન્ડરિંગ કેસ પણ કરી દીધો છે. આમ CBI અને EDએ પોતાના સંકજામાં પી. ચિદમ્બર અને કાર્તિ ચિદમ્બરને લીધા છે.

INX મીડિયા કેસનોઅત્યાર સુધીનો ઘટનાક્રમ

 • 15 મે 2017-INX મીડિયાને વિદેશી રોકાણ લાવવામાં મદદના આરોપ સાથે CBIએ કેસ કર્યો
 • 22 જાન્યુઆરી 2018 – EDએ પી.ચિદંબરમ અને કાર્તિ ચિદંબરમ સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો
 • 23 ફેબ્રુઆરી 2019 – INX કેસમાં કાર્તિ ચિદંબરમને સુપ્રીમકોર્ટમાંથી રાહત ન મળી
 • 28 ફેબ્રુઆરી 2018 – કાર્તિ ચિદંબરમની ચેન્નાઇ એરપોર્ટ પરથી જ ધરપકડ કરાઇ
 • 9 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિ ચિદંબરમને 3 દિવસ CBIની કસ્ટડીમાં મોકલ્યો
 • 12 માર્ચ 2018 – દિલ્હી કોર્ટે કાર્તિની જામીન અરજી ફગાવી તિહાલ જેલમાં રાખવા આદેશ કર્યો
 • 23 માર્ચ 2018 – દિલ્હી હાઇકોર્ટે કાર્તિને 10 લાખના બોંડ પર વિદેશ ન જવાની શરતે આપ્યા જામીન
 • 23 માર્ચ 2018 – કાર્તિને જામીન મળતાની સાથે જ EDએ કાર્તિની 1.16 કરોડની સંપત્તિ જપ્ત કરી
 • 31 માર્ચ 2018 – પીટર મુખર્જી અને કાર્તિની સામસામે બેસાડી ED-CBIએ પુછપરછ કરી
 • 31 મે 2018 – પી.ચિદંબરમની ધરપકડ પર દિલ્લી હાઇકોર્ટે રોક લગાવી
 • 31 મે 2018 – પી.ચિદંબરમની ધરપકડ પર રોકથી પહેલી રાહત મળી
 • 6 જૂન 2018 – પી.ચિદંબરમની CBIએ 4 કલાક પુછપરછ કરી
 • 25 જુલાઇ 2018 – દિલ્હી હાઇકોર્ટે ચિદંબરમની ધરપકડ પરની રોક લંબાવવામાં આવી
 • 3 ઓગસ્ટ 2018 – કાર્તિના વચગાળાના જામીન પર હાઇકોર્ટના ચૂકાદા પર SCએ હસ્તક્ષેપની ના કહી
 • 25 ઓક્ટોબર 2018 – INX મીડિયા કેસમાં તપાસમાં એજન્સીએ ચાર્જસીટ દાખલ કરી
 • 18 નવેમ્બર 2018 – દિલ્હી HCએ ચિદંબરમની ધરપકડ પર 15 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત આપી
 • 19 ડિસેમ્બર 2018 – EDના સમન પર ચિદંબરમ ED ઓફિસ પહોંચ્યા, 305 કરોડ મામલે પૂછપરછ થઇ
 • 23 ફેબ્રુઆરી 2019 – EDએ પી.ચિદંબરમની INX મીડિયા કેસમાં 5 કલાક પૂછપરછ કરી
 • 19 ઓગસ્ટ 2019 – દિલ્હી હાઇકોર્ટે પી.ચિદંબરમને આગોતરા જામીન માટે ઇન્કાર કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here