ભારતે કેમ કોરોના વેક્સીનના 6.68 કરોડ ડોઝ વિદેશ મોકલ્યા?

0
3

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સીનની અછત જોવા મળી રહી છે.આ મુદ્દે કેન્દ્ર અને રાજ્યો આમને સામને છે.વિપક્ષો કેન્દ્ર સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.

ભારતે અત્યાર સુધી વેક્સીનના 6.68 કરોડ ડોઝ વિદેશોમાં મોકલ્યા છે અને તેને લઈને જ વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ તેના પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, ભારત સરકારે મદદ તરીકે આ પૈકીના માત્ર 1.07 કરોડ ડોઝ જ મોકલ્યા છે.જ્યારે 84 ટકા ડોઝ તો અગાઉ થયેલા કરારનુ પાલન કરવા માટે સરકારે મોકલવા જ પડે તેવા હતા.કારણકે ભારતમાં વેક્સીનનુ ઉત્પાદન કરી રહેલી બે કંપનીઓએ બીજા દેશો સાથે કરાર કરેલા છે.તેમને વેક્સીન આપવી પડે તેમ છે.કારણકે તેમની પાસેથી ભારતને રો મટિરિયલ મળી રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, સાત પાડોશી દેશોને 78 લાખ ડોઝ અપાયા છે.કારણકે બોર્ડર પણ સેફ રહે તે જરુરી છે. બીજી તરફ બે લાખ ડોઝ યુએનને મોકલવામાં આવ્યા છે.આ ડોઝ શાંતિ સેનાના જવાનો માટે છે.જેમાં ભારતીય સેનાના જવાનો પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે થયેલી સંધી પ્રમાણે ભારતને ત્રીસ ટકા વેક્સીન નક્કી કરેલા ભાવે દુનિયાના સંખ્યાબંધ દેશોને આપવાની છે. જેમણે કરાર પર સહી કરેલી છે. 14 ટકા વેક્સીન બ્રિટન ગઈ છે. કારણકે કોવિશિલ્ડનુ લાઈસન્સ બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકા પાસે છે. 12 ટકા વેક્સીન સાઉદી મોકલાઈ છે. કારણકે ત્યાં રહેતા ભારતીય સમુદાયે પહેલા બૂકીંગ કરાવ્યુ હતુ.

ભાજપ તરફથી આ ખુલાસો ત્યારે કરાયો છે જ્યારે દિલ્હી સહિતના રાજ્યો વેક્સીનની અછત હોવાનુ કહી રહ્યા છે અને લોકો વેક્સીન લેવા માટે ફાંફા મારી રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here