કોંગ્રેસને ‘ભારત માતા કી જય’ બોલવામાં ચૂંક કેમ આવે છે?: મોદી

0
16

નવી દિલ્હીઃ ભાજપે સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી, જેમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસ માટે શાંતિ, એકતા અને સદભાવ રાખવો જરૂરી છે. તેમણે એ પણ કહ્યું હતું કે આજે કેટલાક પક્ષ એવા છે કે જે પાર્ટી હિતને રાષ્ટ્રીય હિતથી ઉપર રાખી રહ્યા છે.વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશને તોડવાવાળા અને ટુકડે-ટુકડે ગેન્ગના નારા લગાવવાવાળા લોકોના સમર્થનની જે લોકો વાત કરે છે અને જે વંદેમાતરમ પર રાજકારણ રમી રહ્યા છે, તેમની સામે લડાઈ લડવી પડશે. આ સિવાય વડા પ્રધાન મોદીએ જનઔષધિ યોજનાને જનતા સુધી પહોંચાડવાની વાત કરી હતી. આ પહેલાં વડા પ્રધાન મોદીએ સોશિયલ મિડિયા છોડવાના સંકેત એક ટ્વીટ કરીને ગઈ કાલે આપ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર હુમલો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સત્તા સુખ માટે નહીં, પણ દેશ માટે રાજકારણમાં આવ્યા છીએ. વિકાસ માટે શાંતિ સદભાવ અને એકતા જરૂરી છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાના સાધ્યું હતું અને કહ્યું કે આઝાદી સમયે કેટલાક કોંગ્રેસી વંદેમાતરમ બોલવાની વિરુદ્ધમાં હતા. કોંગ્રેસને ‘ભારત માતા કી જય’ બોલવામાં પરેશાની કેમ થાય છે. નામ લીધા વગર તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાદ્યું હતું. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ પીએમને ભારત માતાની જય બોલવામાં ચૂંક આવે છે.

સંસદના લાઇબ્રેરી બિલ્ડિંગમાં બેઠક

સંસદના લાઇબ્રેરી બિલ્ડિંગમાં આયોજિક બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના તમામ નેતાઓ હાજર હતા. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. આ બેઠકમાં દિલ્હી હિંસા સહિત અનેક મુદ્દે વિચારવિમર્સ થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here