સ્પોર્ટસ બ્રા પહેરીને કસરત કરવી શા માટે છે જરૂરી ? જાણો તેના લાભ

0
34

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2020,

આજકાલ યુવતીઓ પણ પોતાની ફિટનેસને લઈને જાગૃત છે. મહિલાઓ યોગ અને એક્સરસાઈઝ કરી પોતાની ફીટનેસ જાળવે છે. કસરત કરવાથી શરીર ટોન અપ રહે છે અને બોડી લાંબા સમય સુધી ફીટ અને એક્ટિવ રહે છે. કસરત કરતી વખતે ખાણીપીણી અને પોષાકનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

કસરત કરતી વખતે કપડા સાથે ઈનરવેર પણ ખાસ રીતે પસંદ કરવા જરૂરી છે. ખાસ કરીને બ્રાની પસંદ યોગ્ય રીતે કરવાથી બોડીનો શેપ બરાબર રહે છે. કેટલીક મહિલાઓ આ બાબતે જાગૃત નથી હોતી તેના કારણે તેમના શરીરનો શેપ ખરાબ થઈ જાય છે. ખાસ કરીને બ્રેસ્ટ સાઈઝ ખરાબ થાય છે. તો ચાલો જાણીએ સ્પોર્ટ્સ બ્રા પહેરીને કસરત કરવાથી કેવા લાભ થાય છે.

1. વર્કઆઉટ કરતી વખતે ઢીલા કપડા પહેરવાથી શરીર કમ્ફર્ટેબલ રહે. કસરત દરમિયાન સ્પોર્ટસ બ્રા પહેરવાથી બ્રેસ્ટના ભાગને સપોર્ટ મળે છે. હેવી એક્સરસાઈઝ કરવામાં આવે તો બ્રેસ્ટના લિગામેંટમાં ખેંચાણ થાય છે તેના કારણે સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. આમ ન થાય તે માટે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જરૂરી છે.

2. સારી ગુણવત્તાની બ્રા પહેરવાથી એક્સરસાઈઝ દરમિયાન બોડીને સપોર્ટ મળે છે. તેનાથી બ્રેસ્ટ શેપમાં રહે છે. તેનાથી બ્રેસ્ટ મૂવમેન્ટ નથી થતી અને તેનો શેપ જળવાઈ રહે છે.

3. જે કસરત આપણે કરીએ છીએ તેની અસર બોડી પર થાય છે. તેવામાં બ્રેસ્ટ પર પણ અસર થાય છે. કસરતના કારણે બોડીની સાથે બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. પરંતુ સ્પોર્ટ્સ બ્રા પહેરવાની આદત હશે તો દુખાવાથી તમે બચી જશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here