Monday, October 25, 2021
Homeએવું કયુ કારણ છે કે ભારતીય મહિલા ટીમનું ઓસ્ટ્રેલિયા સામે દશેરાના દિવસે...
Array

એવું કયુ કારણ છે કે ભારતીય મહિલા ટીમનું ઓસ્ટ્રેલિયા સામે દશેરાના દિવસે જ ઘોડુ ન દોડ્યું

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય મહિલાટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે ટી-20 વિશ્વ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં 86,000થી વધારે દર્શક હાજર હતા. અને પોતાનાં ઘરમાં પોતાના દર્શકો સામે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને આ ખિતાબ જીતી લીધો હતો. ભારતીય ટીમ મેચનાં નાતો શાનદાર બેટીંગ કરી, નાતો બોલિંગ અને ના તો ફિલ્ડીંગ કરતા દેખાઈ. આ હારની પાછળ શું કારણ છે તો ચાલો જાણીએ.

ટોસ જીતવું મુખ્ય કારણ

ટોસ: ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટૂર્નામેન્ટમાં એક પણ વખત ટોસ જીતી શકી નથી. રમાયેલી તમામ પાંચ મેચોમાં ટોસ તેઓ ટોસ હાર્યા હતા. લક્ષ્‍યાંકનો પીછો કરતા ભારતીય ટીમ એટલી સફળ રહી નહોતી.

ફાઈનલમાં બોલર્સનું નિરાશાજનક પ્રદર્શન

બોલિંગ: સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય બોલર્સોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ફાઈનલમાંજ આપણી જ બોલિંગનું જ કારણ બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરોમાં 185 રન બનાવ્યા હતા. પરંતુ ભારતે ફક્ત વિશ્વકપજ નહી, પરંતુ ક્યારેય પણ આટલો મોટો સ્કોર ચેઝ કર્યો નથી. શિખા પાંડે એ 4 ઓવરનાં સ્પેલમાં 52 રન આપ્યા હતા. જો કોઈપણ એક સ્પેલમાં ટી-20 વિશ્વકપમાં સર્વાધિક છે, આ સિવાય દિપ્તીએ 38 રન અને રાધાએ 34 રન આપ્યા હતા. અને આ કારણે તમામ બોલર્સ બહુજ ખર્ચાળ સાબિત થયા હતા.

નબળી કક્ષાની ફિલ્ડીંગ

ફિલ્ડીંગ : બોલર્સનું તો ખરાબ પ્રદર્શન તો હતું જ પરંતુ ટીમ ઈન્ડિયાની ફિલ્ડીંગ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ખરાબ રહી હતી. ફાઈનલ મેચમાં પ્રથમ ઓવરનાં પાંચમા બોલે શેફાલીએ એલીસા હીલીનો કેચ છોડ્યો હતો. આ કેચ છોડવો ટીમ ઈન્ડિયાને અત્યંત ભારે પડ્યો હતો. જીવનદાન મળ્યા પછી એલિસાએ 75 રનોની ઈનિંગ રમી હતી, આ સિવાય ચોથી ઓવરમાં બીથ મૂનોને પણ ગાયકવાડે જીવનદાન આપ્યું હતું. ત્યાર બાદમાં મૂનીએ નોટ-આઉટ 78 રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડીઓજ હારનું પ્રમુખ કારણ બની હતી.

યોગ્ય બેટીંગ ઓર્ડર નહી

બેટીંગ ઓર્ડર: સૌરવ ગાંગુલીએ એક વખત જણાવ્યું હતું કે ટી-20માં તમારા જે સર્વશ્રેષ્ઠ પ્લેયર્સ છે તેમણે સૌથી વધુ સમય સુધી રમીને ક્રિઝ પર ટકી રહેવું પડશે. પરંતુ ભારતીય મહિલા ટીમ સાથે એવું થયું નહોતું ફાઈનલમાં મોટા સ્કોરના દબાવ હેઠળ શેફાલી પ્રથમ ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી વન ડાઉન પર તાનિયા રમવા આવી હતી, પરંતુ આ જ જગ્યા પર મોટી ભૂલ સર્જાઈ હતી. ત્રણ નંબર પર કેપ્ટન હરમને ઉતરવું જોઈતું હતું, જેથી તેઓ સ્મૃતિની સાથે મળઈને રન બનાવતી. પરંતુ ટીમ ઈન્ડિયાનો બેટીંગ ઓર્ડર સમજીથી પરે હતો.

લાંબા સમયથી મેચ પ્રેક્ટિસનો અભાવ

મેચ પ્રેક્ટિસ નહી : આઠ માર્ચે ટી-20 ફાઈનલ રમવા પહેલા ટૂર્નામેન્ટની છેલ્લી મેચ આઠ દિવસ પહેલા રમાઈ હતી. ભારતીય ટીમ છેલ્લી વખત મેદાન પર 29 ફ્રેબ્રુઆરીનાં રોજ શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમવા ઉતરી હતી. ત્યાર પછી પાંચ માર્ચે ભારતે સેમીફાઈનલ રમવાની હતી. પરંતુ વરસાદનાં કારણે ટીમ રમી શકી નહી. આ કારણે ભારતે લાંબા ગેપ પછી ફાઈનલ રમી હતી. અને ટીમનાં પ્લેયર્સ જુની લયમાં નજરે આવ્યા નહોતા. ભારતીય ટીમ વર્ષ 2017,2018 પછી ફરીથી એક વખત આઈસીસી ટૂર્નામેન્ટની નોકઆઉટમાં પહોંચીને હારી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments