પંજાબમાં માસૂમ બાળકી સાથે હેવાનિયત, નિર્મલા બોલ્યા – રાહુલ ગાંધી કેમ ચૂપ છે.

0
0

પંજાબના હોશિયારપુરમાં છ વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટનાને આજે ત્રણ દિવસ પૂરા થયા છે. ત્યારે આ ઘટનાને લઇ ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે જ્યારે આવા પ્રકારના કાંડ હાથરસમાં થાય છે, ત્યારે રાહુલ ગાંધી રાજકારણ કરવા દોડી જાય છે. પરંતુ જ્યારે તેમની સરકારના રાજ્યમાં આવી ઘટના બને છે, ત્યારે તેઓ ચૂપ રહે છે. હવે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ સામે સવાલો કર્યા છે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા નિર્મલા સીતારામને કહ્યું કે, હાથરસમાં પિકનિક માટે ગયેલા ભાઈ-બહેનની જોડી હવે ક્યાં છે? નિર્મલા સીતારામને કહ્યું કે, અમે દુષ્કર્મની ઘટનાને કોઈ રાજકારણ સાથે જોડવા નથી માંગતા. અમે કોંગ્રેસ પાર્ટીથી પૂછી રહ્યાં છે કે, જ્યાં કોંગ્રેસની સરકાર નથી, ત્યાં ભાઈ-બહેનની જોડી પિકનિક મનાવવા જાય છે, પરંતુ જ્યાં કોંગ્રેસ સરકારનું રાજ છે ત્યાં દુષ્કર્મ થયા છે તો રાહુલ ગાંધીનું ટ્વીટ પણ નથી આવતું.

નિર્મલા સીતારામને કહ્યું કે, હાથરસની ઘટના પર કોંગ્રેસના 35 સાંસદોએ ટ્વીટ કરી અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હોશિયારપુરમાં એક દલિત બાળકી પર થયેલી બર્બરતા પર બધા ચુપ છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા નિર્મલા સીતારમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેજસ્વી યાદવની સાથે શુક્રવારના ઘણી જગ્યા પર પ્રચાર કર્યો. પરંતુ દીકરી સાથે થયેલી આ ઘાતકી ઘટના પર એક શબ્દ પણ કહ્યો નહીં.

હાથરસ ખાલી તસવીરો પડાવવા માટે ગયા હતા રાહુલ : પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ હોશિયારપુર ન જવા પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર સવાલ ઉઠાવ્યો છે. જાવડેકરે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પર ઉત્તર પ્રદેશના હાથરસમાં રાજનૈતિક પ્રવાસ પર જવાનો આરોપ પણ મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ સવાલ કર્યો છે કે બંને નેતાઓ કોંગ્રેસ શાસિત પંજાબ અને રાજસ્થાનની મહિલા વિરુદ્ધ જગન્ય અપરાધોને લઇને પ્રતિક્રિયા કેમ નથી આપી રહ્યા. જે તેમણે હાથરસ કેસમાં કર્યું હતું.

કોંગ્રેસ નેતાઓના હાથરસ જવા પર તેમણે કહ્યું કે તે ત્યાં ખાલી તસવીરો પડાવવા ગયા હતા. જાવડેકરે કહ્યું કે બિહારના દલિત પરિવારની 6 વર્ષીય પુત્રીની પંજાબના ટાંડામાં બળાત્કાર પર હત્યા કરવામાં આવી. અમારી પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય સામ્પલાએ પરિવારથી મુલાકાત લીધી હતી. પણ કોંગ્રેસનો કોઇ પણ નેતા તેમની મુલાકાત નહતી લીધી. ગાંધી પરિવાર ત્યાં મહિલા પર થઇ રહેલા અત્યાચારને કેમ નથી જોઇ શકતા. જ્યાં તેમની એટલે કે કોંગ્રેસની સરકાર હોય છે. ત્યાં ના તો રાહુલ ગાંધી અને પ્રિયંકા જાય છે ના સોનિયા તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે.

જણાવી દઇએ, પંજાબમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી, તેની હત્યા કરવામાં આવી હતી બાદમાં માસૂમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. બુધવારે ટાંડા ગામના એક મકાનમાં બાળકીનો અડધો દાઝેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે એક આરોપી ગુરપ્રીત સિંહ(19)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી તેને બિસ્કિટ ખવડાવવાના બહાને તેની સાથે લઈ ગયો હતો. પીડિત પરિવાર મૂળ બિહારનો છે, પરંતુ તે વીસ વર્ષથી ટાંડા ગામમાં સ્થાયી થયેલ છે.

પોલીસે ગુરુવારે કહ્યું હતું કે ગુરપ્રીત સિંહને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ હત્યા, બળાત્કારના આરોપો અને બાળ સુરક્ષા જાતીય ગુનાઓ (પીઓસીએસઓ) અધિનિયમની જોગવાઈ સાથે ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here