હોઠ પર કેમ બને છે પોપડી? કારણ જાણીને કરો ઘરગથ્થુ ઉપચાર

0
51

શિયાળામાં હોઠ સૂકાઇ જવા અને તેની પર પોપડી જામી જવી એક સામાન્ય વાત છે. પરંતુ આ સમસ્યા જેટલી સામાન્ય છે એટલી વધારે ગંભીર છે. કારણેકે આપણા હોઠ આ પોપડીના કારણે જ ફાટી જાય છે. તેમા તિરાડ પડી જાય છે તો કેટલીક વખત લોહી નીકળવા લાગે છે. જેનાથી તમે ઘણી વખત ખાવાનું પણ ખાઇ શકતા નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ.

કેમ થાય છે હોઠ પર પોપડી?

શિયાળામાં આપણા હોઠ પર થનારી પોપડી કઇ બીજું નહીં પણ આપણા હોઠના સ્કિન સેલ્સ હોય છે જે ડ્રાયનેસના કારણે ડેડ થઇ જાય છે. તે આપણા શરીરના અન્ય સ્કિનની તુલનામાં ત્રણ ગણા નાજૂક હોય છે. આ કારણે આપણા હોઠનું વધારે ધ્યાન રાખવું જોઇએ. ડ્રાયનેસના કારણે આપણા આખા શરીર પર ડેડ સેલ્સ જમા થાય છે. પરતં હોઠની સ્કિન વધારે નાજૂક હોવાના કારણે તેની પર ડેડ સેલ્સની પોપડી જલદી જામી જાય છે સાથે આપણે હોઠને કવર પણ કરતા નથી જેથી ઠંડી હવાની સીધી અસર તેની પર થાય છે. જે હોઠ ફાટી જવાનું મોટું કારણ છે.

ગુલાબજળ

હોઠના ડેડ સેલ્સને દૂર કરવા માટે સહેલો ઉપાય છે ગુલાબજળ. તેને દ્વારા તમે તમારા હોઠને સાફ કરવા છે તો એક કોટન બોલ પણ જોઇએ. અને ગ્લિસરીન.. ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરો. તેમા કોટન બોલ પલાળીને હોઠ પર રાખો. જેથી થોડાક સમયમાં તમને ફરક જોવા મળશે. બે-ત્રણ મિનિટ બાદ તેને હાથથી રગડીને નીકાળી લો એટલે ડેડ સ્કિન નીકળી જશે.

ચોખા અને ગુલાબજળ

બે મોટી ચમચી ચોખા લઇને તેને પાણીમાં પલાળી લો. હવે અડધો કલાક બાદ તેને પીસી લો.તેમા એક ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. તૈયાર પેસ્ટને હોઠ પર લગાવો અને બે મિનિટ બાદ હળવા હાથે રગડી લો. તે પછી તેને પાણીથી ધોઇ લો જેથી ડેડ સ્કિન નીકળી જશે બાદમાં હોઠ પર લિપ બામ લગાવી લો. જેથી તમને ફરક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here