World Post Day : કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોસ્ટ ડે?

0
28

આજે વિશ્વભરમાં વર્લ્ડ પોસ્ટ ડે મનાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ પોસ્ટ ડે દર વર્ષે 9 ઑક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. ટપાલ દિવસ અથવા પોસ્ટ ડે વિશ્વભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. પોસ્ટ વિભાગ દાયકાઓ સુધી દેશની અંદર જ નહીં પરંતુ એક દેશમાંથી બીજા દેશ સુધી માહિતી પહોંચાડવાનું સૌથી વિશ્વસનીય, સુગમ અને સસ્તુ સાધન રહ્યું છે. વર્લ્ડ પોસ્ટ ડેનો હેતુ સામાન્ય માનવી અને બિઝનેસમેનના રોજીંદા જીવન સહિત દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ટપાલ વિભાગના યોગદાન વિશે જાગરૂકતા પેદા કરવાનો છે. જાણો, વર્લ્ડ પોસ્ટ ડેના ઇતિહાસ વિશે…

કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોસ્ટ ડે

વર્લ્ડ પોસ્ટ ડે વિશ્વભરમાં દર વર્ષે 9 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. વર્લ્ડ પોસ્ટ ડે મનાવવાનો હેતુ લોકોને ટપાલ સેવાઓ અને ટપાલ વિભાગ વિશે જાગરૂત કરવાનો છે.

વર્લ્ડ પોસ્ટ ડેનો ઈતિહાસ

વર્ષ 1874માં આ દિવસે યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન (યૂપીયૂ)ના રચના માટે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્નમાં 22 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્ષ 1969માં ટોકિયો, જાપાનમાં આયોજિત સંમેલનમાં વિશ્વ ટપાલ દિવસ તરીકે આ દિવસ પસંદ કરવાનું જાહેર કરવામાં આવ્યું. 1 જુલાઇ, 1876માં યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયનનો સભ્ય બનનાર દેશ ભારત પ્રથમ એશિયાઓ દેશ હતો. જનસંખ્યા અને આંતરરાષ્ટ્રીય મેલ ટ્રાફિકના આધારે ભારત શરૂઆતથી જ પ્રથમ શ્રેણીનો સભ્ય રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણ બાદ વર્ષ 1947માં યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી બની ગઇ છે.

નવી ટેક્નોલોજી સાથે જોડાઇ રહી છે ટપાલ સેવા

બદલાતાં આ ટેક્નોલોજી યુગમાં વિશ્વભરની ટપાલ વ્યવસ્થાઓ પોતાની સેવાઓમાં સુધાર કરતા નવી ટેક્નોલોજી સેવાઓની સાથે જોડાઇ ગઇ છે અને ટપાલ, પાર્સલ, પત્રોને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે એક્સપ્રેસ સેવાઓ શરૂ કરી છે. પોસ્ટ ઑફિસ દ્વારા ઉપલબ્ધ કરી આપવામાં આવતી નાણાંકીય સેવાઓને પણ આધુનિક ટેક્નિક્સ સાથે જોડી દેવામાં આવી છે. નવી ટેક્નિક્સ આધારિત સેવાઓની શરૂઆત લગભગ 22 વર્ષ પહેલા કરવામાં આવી અને ત્યાર બાદથી આ સેવાઓનો વધુ વિકાસ કરવામાં આવ્યો. આ સાથે જ આ દરમિયાન ઓનલાઇન પોસ્ટલ લેવડ-દેવડ પર પણ લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો છે.

યૂપીયૂના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વિશ્વભરમાં હાલ 55થી પણ વધારે અલગ-અલગ પ્રકારની પોસ્ટલ ઇ સેવાઓ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પોસ્ટલ ઇ-સેવાઓની સંખ્યા હજુ વધારે વધારવામાં આવશે. પોસ્ટલ ઑપરેશન્સ કાઉન્સિલ (પીઓસી) યૂપીયૂની ટેક્નિક્સ અને સંચાલન સંબંધિત એકમ છે. જેમાં સભ્ય દેશની પસંદગી સંમેલન દરમિયાન કરવામાં આવે છે. યૂપીયૂના મુખ્યાલય બર્નમાં તેમની વાર્ષિક બેઠક યોજાય છે. આ ટપાલ બિઝનેસના સંચાલન, આર્થિક અને વ્યાવસાયિક મામલાની દેખરેખ કરે છે. જ્યાં ક્યાંય પણ એકસમાન કાર્યપ્રણાલી અથવા વ્યવહાર જરૂરી હોય, ત્યાં પોતાની ક્ષમતા અનુસાર આ ટેક્નિક્સ અને સંચાલન સહિત અન્ય પ્રક્રિયાઓના ધોરણો માટે સભ્ય દેશને પોતાની ભલામણ કરે છે.

વિશ્વભરની ટપાલ સેવાઓએ મહામારી દરમિયાન લોકો સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જીવન રક્ષક દવાઓ અને સુરક્ષાત્મક ઉપકરણ વિશ્વના ખૂણે-ખૂણે સુધી પહોંચાડી દેવામાં આવી છે. વિશ્વ ટપાલ દિવસ ટપાલ ઑપરેટરો, ટપાલ કર્મચારીઓ અને અન્ય તમામને શુભેચ્છા પાઠવવાનો એક શાનદાર અવસર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here