શા માટે કોરોનાથી લડવા માટે સક્ષમ નથી ગર્ભવતી મહિલાઓ

0
6

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો 2000ની નજીક પહોંચી ચુક્યો છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ અન્ય કરતાં ઓછી હોય છે. તેવામાં જાણીએ કે ગર્ભવતી મહિલાઓ માટે શા માટે ખાસ તકેદારી જરૂરી હોય છે.

સામાન્ય વ્યક્તિને કોરોના વાયરસથી જે નુકસાન થાય છે તેના કરતાં વધારે નુકસાન ગર્ભવતી મહિલાને થઈ શકે છે. કારણ કે સામાન્ય વ્યક્તિ કરતાં ગર્ભવતી મહિલા ઝડપથી ઈંફેકશનનો શિકાર થઈ શકે છે. ગર્ભાવસ્થા દરેક સ્ત્રી માટે નાજુક સમય હોય છે. તેવામાં નાની નાની આદત પણ બાળક પર ગંભીર અસર કરી શકે છે. આ સમય દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે તેથી બીમારી સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

તેમાં પણ જે મહિલાઓને અગાઉથી જ ડાયાબિટીસ, એનીમિયા જેવી સમસ્યાઓ છે તેમને વાયરસ વધારે નુકસાન કરી શકે છે. ગર્ભવતી મહિલાઓને એનીમિયા વધારે પ્રભાવિત કરે છે. તેના કારણે શરીર નબળુ પડી જાય છે અને તે કોઈ બીમારી સામે લડવા માટે સક્ષમ નથી રહેતી. તેથી ગર્ભવતી મહિલાઓએ પોતાની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓએ બીટ જેવી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ જેથી રક્તની ઊણપ રહે નહીં. આ ઉપરાંત ભોજનમાં સલાડ પુરતા પ્રમાણમાં લેવું જોઈએ જેથી પૌષ્ટિક તત્વો શરીરમાં જળવાઈ રહે. પાલક, કેળા, ખજૂર ખાવાથી શરીરમાં આયરનની માત્રા જળવાય છે અને રક્તની ખામી પણ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here