વિરાટ કોહલી પર કેમ ભડક્યાં વીરેન્દ્ર સહેવાગ, ધોની અને કોહલીની કેપ્ટનશીપમાં ગણાવ્યું અંતર

0
19

ભારતનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વચ્ચે અંતર સમજાવતું નિવેદન આપ્યું છે. સહેવાગનાં માટે હવે વિરાટનાં નેતૃત્વમાં ખેલાડીઓને પોતાની આવડત માટે સમય આપવામાં આવતો નથી. જો કોઈ ખેલાડી પોતાના ક્રમમાં 4 કે 5 મેચમાં સારું પ્રદર્શન ન કરે તો તેનો ક્રમ બદલવાના પ્રયાસ શરુ કરી દેવામાં આવે છે જ્યારે ધોનીનાં સમયમાં આવું ન હતું. તેઓ બધાને પૂરતી તક આપતાં હતા. એમએસનાં સમયમાં ખુબ સ્પષ્ટતા હતી કે કોણ કયા ક્રમે રમશે.

  • ધોની પોતે એ સમયથી પસાર થતાં જેથી તેઓ બધા ખેલાડીઓનું સમર્થન કરતા : સહેવાગ
  • સહેવાગે રોહિત શર્માની સફળતા માટે ધોનીને પણ ક્રેડીટ આપી
  • ધોની કેપ્ટન હતા ત્યારે દરેક ખેલાડીનાં ક્રમને લઈને ખુબ સ્પષ્ટતા રહેતી : સહેવાગ

પૂર્વ ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને લાગે છે કે જો લોકેશ રાહુલ T 20માં પાંચમાં સ્થાને અમુક વાર નિષ્ફળ થાય તો ભારતની ટીમ તેમને તે સ્થાન પર નથી રાખતી. જોકે ધોનીનાં યુગમાં બધાને તક આપવામાં આવતી હતી. તેમણે કહ્યું કે ધોનીના સમયમાં આવું નોહતું થતું. ધોની આવા સમયમાં ખેલાડીઓનું સમર્થન કરતા હતા કારણ કે તેઓ પોતે આ સમયથી પસાર થયેલા હતા.

વીરેન્દ્ર સહેવાગ

ધોની ખેલાડીઓને ઓળખી લેતા હતા અને તેમને આગળ સુધી લઈને જતાં

સહેવાગથી પૂછવામાં આવ્યું હતું કે શું ટીમમાં ખેલાડીઓને લઈને ધીરજતા ઓછી થઇ ગઈ છે? જેના પર જવાબ આપતાં સેહવાગે કહ્યું કે જ્યારે ધોની કેપ્ટન હતા ત્યારે દરેક ખેલાડીનાં ક્રમને લઈને ખુબ સ્પષ્ટતા રહેતી હતી. તેઓ ખેલાડીઓને ઓળખી લેતા હતા અને તેમને આગળ સુધી લઈને જતાં હતા. ધોનીને સ્પષ્ટતા હતી કે કોણ તેમના ઓપનર છે અને કોણ મિડલ ઓર્ડરમાં રમશે. તેઓ પોતે 5માં નંબરે આવતા હતા અને તે બાદ કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા તે બાદ રવીન્દ્ર જાડેજા. જો અત્યારે કે એલ રાહુલ 5માં ક્રમે સારું પ્રદર્શન નહિ કરે તો વિરાટ કોહલી તેને બદલાવો પ્રયત્ન કરશે જે એમએસ ધોનીનાં સમયમાં નહતું થતું.

ધોનીની મદદથી રોહિતને મળ્યો ફાયદો

સહેવાગે રોહિત શર્માની સફળતા માટે પણ ધોનીને ક્રેડીટ આપી. તેમણે કહ્યું કે રોહિત મિડલ ઓર્ડરમાં રમતા હતા જ્યાં રમવું મુશ્કેલ હોય છે એવામાં તેમની એવરેજ અને રન ઓછા હતા. મિડલ ઓર્ડરમાં રમનારા માટે કામ કરવું મુશ્કેલ હોય છે કારણ કે જાણકારી જ ન હોય કે બેટિંગ ક્યારે આવશે અન કેટલા ઓવર મળશે. જોકે ઓપનીંગ કરવાથી ફાયદો થાય છે. ચોક્કા અને છગ્ગા લગાવવામાં કુશળતા વધે છે. એવામાં રોહિતને ઉપર આવવાનો ફાયદો મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here