CBIને રિયાની વિશ્વસનીયતા પર શંકા : CBIએ રિયાને પૂછ્યું- સુશાંતની બહેનો વિરુદ્ધ FIR કરવા માટે 90 દિવસ રાહ કેમ જોઈ.

0
5

રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરુદ્ધ ફાઈલ કરેલી યાચિકાના જવાબમાં CBIએ બોમ્બે હાઇકોર્ટમાં તેનો જવાબ સબમિટ કર્યો છે. તેમાં તપાસ એજન્સીએ રિયાની ફરિયાદને અટકળો પર આધારિત ગણાવી કહ્યું કે સુશાંતના મૃત્યુના 90 દિવસ બાદ તેની બહેનો મિતુ અને પ્રિયંકા વિરુદ્ધ રિયાએ FIR કરી જે તેની વિશ્વસનીયતા પર શંકા પેદા કરે છે.

‘સુશાંતની બહેનો વિરુદ્ધ થયેલી FIR રદ કરવામાં આવે’

CBIએ હાઇકોર્ટને અપીલ કરી છે કે તે સુશાંતની બંને બહેનો વિરુદ્ધની FIR રદ કરે. સાથે જ કહ્યું કે મુંબઈ પોલીસ દ્વારા રિયાની FIR ફાઈલ કરવી સંપૂર્ણ રીતે કાયદાનો અનાદર છે. તપાસ એજન્સીએ કહ્યું, ‘રિયા તરફથી આ ફરિયાદ માત્ર સુશાંતના મૃત્યુની તપાસને પ્રભાવિત કરવાના ઈરાદાથી કરવામાં આવી છે.’

‘સમાન તથ્યોને આધારે બીજી FIR ફાઈલ કરવી અયોગ્ય’

CBIના ASP અનિલ યાદવે તેના જવાબમાં કહ્યું કે મુંબઈ પોલીસને પટના પોલીસ દ્વારા ફાઈલ થયેલી FIR વિશે જાણ હતી. તે જ તથ્યોને આધારે બીજી FIR ફાઈલ કરવાની કોઈ જરૂર ન હતી.

યાદવે કહ્યું, ‘સમાન તથ્યો અને કાયર્વાહીના કારણના આધારે વધુ એક FIR રજિસ્ટર કરવું વોરન્ટેડ નથી અને કાયદો પણ આની મંજૂરી આપતું નથી.’

મિતુ- પ્રિયંકાએ FIR રદ કરવાની યાચિકા કરી

રિયા ચક્રવર્તીએ ગયા મહિને મુંબઈ પોલીસમાં મિતુ અને પ્રિયંકા વિરુદ્ધ FIR કરી હતી. તેમાં તેણે તેના પર બોયફ્રેન્ડ (સુશાંત)ની એન્ગ્ઝાયટીની દવાઓ માટે ફેક પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ FIR CBIને ટ્રાન્સફર કરી દેવામાં આવી. મિતુ અને પ્રિયંકાએ આ FIR વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટનો આશરો લીધો છે.

રિયા FIR રદ કરવાનો વિરોધ કરી રહી છે

બોમ્બે હાઇકોર્ટમાં ફાઈલ થયેલા એફિડેવિટમાં રિયાએ કહ્યું કે સુશાંતની બહેન પ્રિયંકા અને રામ મનોહર લોહિયા દિલ્હીના ડો. તરુણ કુમારે કોઈ જ વાતચીત વગર ગેરકાયદેસર રીતે મેન્ટલ બીમારી સાથે જોડાયેલી દવાઓ આપી હતી. આ એફિડેવિટમાં લખ્યું છે કે સુશાંતને તેની બહેન પ્રિયંકાએ 8 જૂને વોટ્સએપ પર નેક્સિટો, લિબ્રિયમ અને લોનજેપ એમડી જેવી દવાઓ લેવા માટે કહ્યું હતું. NDPS એક્ટ હેઠળ આ ત્રણેય દવાઓ સાઈકો-ટ્રોપિક સબસ્ટેન્સથી બને છે.

રિયાએ દાવો કર્યો છે કે આ આરોપ ગંભીર છે, માટે તપાસ એજન્સીને આ બાબતે તપાસ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. તેના માટે FIR રદ કરવાની યાચિકાને રિજેક્ટ કરવી જરૂરી છે. બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસએસ શિંદે અને એમએસ કાર્ણિકની બેન્ચ પ્રિયંકા અને મિતુની યાચિકા પર 4 નવેમ્બરે સુનાવણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here