દહેગામ : શાકમાર્કેટ મા ગંદકી અને કચરાનો નીકાલ નહી થતા સ્થાનિક લોકોમા વ્યાપેલો ભારે આક્રોશ

0
0

દહેગામ શહેરમા આવેલ સુવિધાપંથમા ગંદકી કાદવ કીચડથી માથુ ફાટી જાયે તેવી દુર્ગંધ મારે છે કચરાનો સમયસર નીકાલ નહી થતા દરરોજના અસંખ્ય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને પાણીજન્ય રોગો માથુ ઉચકે તેવી દહેશત વર્તાઈ રહી છે કારણ કે સુર્યનરાયણના દર્શન દુર્લભ થઈ ગયા હોવાથી અનેક રોગો વધી જવા પામ્યા છે ત્યારે દહેગામ શહેરમા આવેલ સુવિધાપંથ શાકમાર્કેટમા  દરરોજના સંખ્યાબંધ મહિલાઓ, યુવકો, યુવતી અને વેપારીઓની અવરજવર સાથે સુવિધાપંથ સંકળાયેલુ છે. પરંતુ નામ મોટા અને દર્શન ખોટા તેવી કહેવત મુજબ આ સુવિધાપંથમા કાદવ, કીચડ અને ગંદકી અને કચરાનુ સામ્રાજ્ય વધી જતા અહીયા શાકભાજી ખરીદી કરવા આવતા મહિલાઓ તેમજ વાહન ચાલકો નવા કપડા પહેરીને આવ્યા હોય તો ઘરે જઈને તેમને અવશ્ય સ્નાન કરવુ પડે એટલી પરીસ્થિતી ખરાબ છે.

 

 

આ બાબતે દહેગામ જીઈબી બોર્ડમા અગાઉ નોકરી કરતા પંચોલીભાઈએ નગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર વિરોધ કરીને જણાવ્યુ છે કે નગરપાલિઉકાનો વહીવટ કથડી ગયો છે તેવી રજુઆત કરતા જોવા મળ્યા હતા. કારણ કે આ સુવિધાપંથ નીચાણવાળા વિસ્તારમા હોવાથી પાણીનો કોઈ નીકાલ થતો નથી તેથી સતત હાલમા પાણી ભરેલુ રહેતુ હોવાથી દરરોજના કેટલાય લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અને આ રસ્તા ઉપર પાણી ભરાતા માથુ ફાટી જાય તેટલી દુર્ગંધ મારે છે અને પહેલા નગરપાલિકા દ્વારા કચરાનો નીકાલ કરવા માટે ગાડી આવતી હતી પરંતુ હાલમા ગાડી બંધ થઈ જતા કચરાનો નીકાલ સમયસર નહી થતા ગંદકી અને કચરાથી અને ગંદા પાણીથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

બાઈટ : પંચોલીભાઈ, દહેગામ

 

તો નગરપાલિકા તંત્રએ જાગ્રુત બનીને સંખ્યાબંધ લોકોની સમસ્યાઓનુ સમાધાન થાય તેના માટે તાત્કાલિક તકેદારીના પગલા ભરે તેવી સૌ કોઈની માંગ ઉભી થવા પામી છે. અને આવતી કાલથી નવરાત્રીનો શુભારંભ થતા ગંદકી અને કચરાનો તાત્કાલિક નીકાલ  થાય તેના માટે કેટલાક જાગ્રુત નાગરીકોએ ઉગ્ર રજુઆત કરી છે.

 

  • આ સુવિધાપંથમા શાકમાર્કેટ આવેલી હોવાથી કચરાનો નીકાલ અને ગંદા પાણીનો નીકાલ નહી થતા દરરોજના સંખ્યાબંધ લોકો પરેશાની ભોગવી રહ્યા છે
  • આ સુવિધાપંથમા મુખ્ય માર્ગ ઉપર દરરોજ પાણી ભરાઈ રહેતા ગંદકીનુ સામ્રજ્ય વધી જવા પામ્યુ છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામા આવતી નથી
  • આ ગંદકી અને કચરાનો નીકાલ નહી થતા પાણીજન્ય રોગો માથુ ઉચકે તેવી પાક્કી દહેશત
  • આ સુવિધાપંથમા દહેગામની ગ્રુહીણીઓ, યુવકો, યુવતીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ મોટી સંખ્યામા શાકભાજી ખરીદવા આવતા હોય છે ત્યારે તેમની હાલત કફોડી બની જાય છે
  • તો નગરપલિકા તંત્રએ જાગ્રુત બનીને સુવિધપંથની જે સમસ્યાઓ છે તે તાકીદે દુર કરે તેવી સૌ કોઈની માગ વધી જવા પામી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here