Monday, December 5, 2022
Homeઅમદાવાદધોળકા : કોંગ્રેસનાં ઉમેદવારને મળી રહેલું વ્યાપક જનસમર્થન

ધોળકા : કોંગ્રેસનાં ઉમેદવારને મળી રહેલું વ્યાપક જનસમર્થન

- Advertisement -

કોંગ્રેસનાં ઉમેદવારને મળી રહેલું વ્યાપક જનસમર્થન
અશ્વિનભાઈ રાઠોડને મળી રહ્યું છે વ્યાપક જનસમર્થન
નેસડા,પાલડી,આંબારેલિ, રૂપગઢ સહિતના ગામોમાં કરાયું સ્વાગત

અમદાવાદ જીલ્લાના ધોળકા વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ નાં ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડની ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર યથાવત છે. જેને લઇ આજરોજ નેસડા ગામમાં અશ્વિનભાઈ રાઠોડને ગ્રામજનો દ્વારા ઘોડે બેસાડી ઢોલ નગારા સાથે સામૈયું કરી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાલડી, આંબારેલી, કાદીપુર, કાળિયાપૂરા, ખરાંટી, રુપગઢ, કરિયાણા, લીલાપુર, સરંધિ, ડડુસર અને મુજપર ગામ માં કોંગ્રેસ ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ દ્વારા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ સાથે રહી જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ તમામ ગામોમાં ગ્રામજનો દ્વારા ઉમેદવારનું સ્વાગત કરી જંગી બહુમતીથી અશ્વિનભાઈ રાઠોડને વિજયી બનાવવાની ખાત્રી આપવામાં આવી હતી.

ઈદરીસ શેખ ઘોળકા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular